Proud of Gujarat
FeaturedGujaratINDIA

આ કચરો નાંખવો ક્યાં : ભરૂચ પાલિકા પાસે યોગ્ય ડંમ્પિગ સાઇટનો અભાવ.? પ્રજા દુર્ગંધથી ત્રાહિમામ..!!

Share

ભરૂચ નગરપાલિકા આજકાલ સતત વિવાદોમાં જોવા મળી રહી છે, પાલિકામાં સબ સલામતના દાવાઓ વચ્ચે ખુદ પાલિકાના કર્મીઓ જ મુંજવણ ભરી સ્થિતીમાં પોતાની કામગીરી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, એક તરફ મૃત પશુઓના નિકાલ કરવાની કામગીરી ઠપ્પ પડી છે તો બીજી તરફ પાલિકા જ્યાં કચરો નાખવાનું વિચારે ત્યાં વિવાદો ઉભા થઈ રહ્યા છે, જે તે સ્થળે ઉભી કરવામાં આવતી ડંમ્પિગ સાઇટો જાણે કે પાલિકા માટે આજે પણ માથાના દુખાવા સમાન બની છે.

ડંમ્પિગ સાઇટના અભાવે પાલિકા એ થોડા વખતો પહેલા ભરૂચના જે બી મોદી પાર્ક પાસે હંગામી ડંમ્પિગ સાઇટ જોરશોરથી ચાલુ કરી હતી પરંતુ ત્યારબાદ ડંમ્પિગ સાઇટ આસપાસ વસવાટ કરતા સ્થાનિકોએ તેઓના વિસ્તારમાં આ સાઇટથી ખૂબ દુર્ગંધ અને કચરા જેવી બાબતોની તકલીફ જણાવી ત્યાંથી આ ડંમ્પિગ સાઇટ હટાવી લેવા માટે વિરોધ કરવાની નોબત આવી હતી, જે બાદ પણ પાલિકા એ ત્યાં કચરા ભરેલા પોતાના વાહનો ઠાલવવાની પક્રિયા ચાલુ રાખતા સ્થાનિકોમાં આજે પણ તે ડંમ્પિગ સાઇટનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.

Advertisement

તો બીજી તરફ થોડા સમય પહેલા પાલિકા દ્વારા ડંમ્પિગ સાઇટને કંથારીયા અને થામ ગામની સીમમાં ખસેડી હતી અને ત્યાં સમગ્ર શહેરનો કચરો ઠાલવવાની કામગીરી બિલાડી પગે શરૂ કરી હતી પરંતુ ત્યાંના સ્થાનિકોએ પણ હવે તેઓના વિસ્તારમાં દુર્ગંધ મારતા કચરાને ઠાલવવામાં આવતા પાલિકા સામે બાંયો ચઢાવી છે. તેઓના વિસ્તારમાંથી આ ડંમ્પિગ સાઇટને હટાવવામાં આવે તેવી માંગ કરતા હાલ પાલિકાના માથેથી આ ડંમ્પિગ સાઈટનું ભૂત પીછો ન છોડતું હોય તેવી બાબતો ચર્ચાનું કેન્દ્ર બની છે.

દુર્ગંધ મારતા પશુઓ ઉચકવાની કામગીરી પાલિકાના કોઈક બુધ્ધિ જીવીએ આદેશ આપી બંધ કરાવી, શહેરમાં જ્યાં એક તરફ ૫૦ થી વધુ મૃત જાનવરો જે તે સ્થળે પડેલા નજરે પડ્યા હતા અને દુર્ગંધ મારી રહ્યા છે તો બીજી તરફ આ પ્રકારે રહેણાંક વિસ્તારો નજીક દુર્ગંધ મારતા કચરાના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે આખરે પાલિકાનું તંત્ર કઇ દિશામાં પોતાનું કાર્ય કરી રહ્યું છે, શહેરમાંથી કચરો ઉઘરાવવા માટે પ્રજાના લાખો રૂપિયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે અને એ જ કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી નથી તે બાબત આજકાલની પરિસ્થિતિ બાદથી ચર્ચાનું કેન્દ્ર બની છે, આશા રાખીએ પાલિકાનું તંત્ર સમગ્ર મામલે મંથન કરી કોઈ યોગ્ય નિકાલ લાવશે તેવી લોકોમાં પણ માંગ ઉઠી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

રાજકોટ-જંગલેશ્વર માદક પદાર્થનો અડ્ડો, 1.47 કિલો અફીણના ડોડવા સાથે એક શખ્સ ઝડપાયો..

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા એમિગાલા 2022 એવોર્ડ્સમાં “ઇન્ડિયાઝ પ્રાઇડ એન્ડ મોસ્ટ પાવરફુલ વુમન” પુસ્તક જીતનારી ભારતની પ્રથમ મહિલા બની.

ProudOfGujarat

ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા નવરાત્રિના તહેવારોને અનુલક્ષીને ગુજરાતમાં કાયદો – વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મામલતદારને આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!