Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પટેલ વેલફેર હોસ્પિટલના પ્રમુખ મહંમદ ફાંસીવાલાએ દુનિયાને અલવિદા કરી…

Share

પૂર્વ ધારાસભ્ય અને ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના પ્રમુખ મહંમદભાઇ ફાંસીવાલાના દુખદ અવસાનના સમાચાર વાયુવેગે સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રસરતા ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ સમાજ સહિત તમામ સમાજના લોકોમાં ભારે ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.  આજે સવારે ભરૂચ સ્થિત વેલ્ફેર હોસ્પિટલ ખાતેથી મર્હુમ મહંમદભાઇ ફાંસીવાલાનો જનાઝો નીકળી કરમાડ ગામના કબ્રસ્તાનમાં પહોંચ્યો હતો અને 11.00 કલાકે મર્હુમની દફનવિધિ સંપન્ન કરાઇ હતી.
ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના મોભી અને સમાજની, કોમની અને સમગ્ર ભરૂચ જીલ્લાની કોમી એકતાના પ્રખર હિમાયતી અને વિતેલા દસકામાં રાજકારણમાં સક્રિય રહી કાઠુ કાઢનાર વડીલ મહંમદભાઇ ફાંસીવાલા તમામ સમાજના લોકોમાં ખુબ જ લોકપ્રિય હતા તેઓએ પોતાના જાહેર જીવનમાં ઘણા સમાજ ઉપયોગી કાર્યો કરી લોકોના હૈયાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.
સદગતની દફનવિધિમાં ભરૂચ જિલ્લાના રાજકારણ ક્ષેત્રે સુવિખ્યાત નામી – અનામી વ્યક્તિઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત ખુબ જ મોટી સંખ્યામાં લોકોએ જોડાઇને મર્હુમને ખિરાજે અકિદત (શ્રધ્ધાંજલી) અર્પણ કરી મર્હુમ મહંદભાઇ ફાંસીવાલાને અશ્રુભીની અાખોએ જ્યારે અંતિમ વિદાય અાપી ત્યારે ખુબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા…

Advertisement

Share

Related posts

ઉત્તરપ્રદેશના ગોરખપુરથી મક્કા મદીના સાયકલ પર હજ યાત્રામાં નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

ProudOfGujarat

દાંડીયા બજાર ના સ્વામીનારાયણ મંદીરે હિંડોળા ઉત્સવ ઉજવાયો…

ProudOfGujarat

અક્ષયની ફિલ્મ OMG-2 પર રીલીઝ પહેલા થઈ બબાલ, સેન્સર બોર્ડે કરી કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!