ભરૂચના સમની નજીક રેલવે ફાટક ઉપર બનાવાયેલો ફલાયઓવરબ્રિજ માત્ર 25 દિવસમાં જ ખખડધજ બની ગયો છે. આ બ્રિજ ઉપર મસમોટા ગાબડાં પડી ગયા છે. રૂ. 23 કરોડના ખર્ચે આ ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો.
દહેજ–ભરુચ રેલવે લાઇન ઉપર સમની ગામ નજીક રેલવે ફાટક ઉપર ફલાયઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ. 23 કરોડના ખર્ચે આ ફલાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ 25 દિવસ અગાઉ જ વાહનના આવનજાવન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ ગણ્યા ગાંઠયા દિવસમાં જ આ ફલાયઓવર બ્રિજ ખખડધજ બન્યો છે. થોડા દિવસોમાં જ બ્રિજમાં મસમોટા ગાબડાં પડી જતા બ્રિજનું કામ કેવું કરવામાં આવ્યું છે તે છતું થઈ ગયું છે.
પ્રથમ વરસાદનો માર જ આ ફલાયઓવરબ્રિજ ન ઝીલી શક્યો અને રસ્તો ખખડધજ બની ગયો છે. એક વાહનચાલકે પોતાના વાહનમાંથી આ માર્ગનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. ત્યારે આ માર્ગનું નિર્માણ કેટલું તકલાદી કરવામાં આવ્યું હશે તે જોઈ શકાય છે. ઉપરાંત આ ફલાય ઓવર બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો ગણગણાટ પણ શરૂ થયો છે.