કેન્દ્રની ભાજપ સરકારના ઈશારે ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં રાજકીય કિન્નાખોરી રખાતી હોવાના આક્ષેપ સાથે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્દ્રની મોદી સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પોસ્ટરને કોંગ્રેસના કાર્યકરોએ કાળી શાહી લગાડી પોતાનો રોષ વ્યકત કર્યો હતો સાથે જ નેશનલ હેરાલ્ડ કેસમાં કરાઇ રહેલ રાજકીય કિન્નાખોરીનો ઉગ્ર અંદાજમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે એક સમયે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જોકે પોલીસે ૨૦ થી વધુ કાર્યકરોન અટકાયત કરી હતી, કાર્યકરો અને પોલીસ વચ્ચે સર્જાયેલ ઘર્ષણની સ્થિતિ દરમિયાન એક મહિલા કોંગી કાર્યકરના સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન થયા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો શહેર એ ડીવીઝન પોલસની કામગીરી સામે રોષ વ્યકત કર્યો હતો.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744