ભરૂચ નગરપાલિકાના કાર્યવિસ્તારમાં આમેય વરસાદી પાણીના ભરાવાના કારણે કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજય જોવા મળે છે તેમાં મૃત જાનવરોના નિકાલના અભાવે પ્રજા કોઈ મોટી બીમારીનો ભોગ બને તો નવાઈ નહીં. નગરપાલિકામાં આજદિન સુધી 50 થી વધુ ફરિયાદો મૃત જાનવરો સંદર્ભે મળી છે છતાં તેનો નિકાલ થતો નથી. અમુક સ્થળે મૃત જાનવરો ભરેલી ગાડીઓ પડી રહે છે તો બીજી બાજુ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મૃત જાનવારોના નિકાલની ફરિયાદો આવી રહી છે. મૃત જાનવરોની દુર્ગંધથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે. સફાઈ ખાતાના ચેરમેન આ દિશામાં નક્કર પગલાં ભરે તે જનહિતમાં ઇચ્છનીય છે.
Advertisement