ભરૂચમાં સાઇકલીસ્ટોનું ગ્રૂપ ચાલી રહ્યું છે. જેમાં સાઇકલીસ્ટો દ્વારા અનેક વિક્રમો પણ નોંધાઇ ચુકયા છે. અંકલેશ્વરના નિલેશ ચૌહાણ લેહ લદાખના પર્વતોની સાઇકલ લઈ ચઢાઈ કરી ચુક્યા છે. જ્યારે કે એક જ દિવસમાં ૨૦૦ કિલોમીટરની સાઇકલ સફળના પણ રેકર્ડ થયા છે.
જ્યારે ગતરોજ બપોરે ભરૂચમાં “જળ જમીન બચાવો, પર્યાવરણ બચાવો” ની નેમ સાથે કલકતાથી સાઈલક સવાર બીજીવાર દેશનું સાઇકલ પર ભ્રમણ સમયે ભરૂચ આવ્યા હતા. ૫૫ વર્ષિય પરિમલ કાંજી સુરતથી વહેલી સવારે પોતાની સાઇકલ સવાર થઈ બપોરે ભરૂચમાં આવી રોકાણ કરવાનું મન બનાવ્યું હતું. દરમિયાન ભરૂચના સાઇકલીસ્ટ શ્વેતા વ્યાસ સહિતના સાઇકલીસ્ટોએ કલકત્તાના સાઇકલીસ્ટને ફૂલહાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જે દરમિયાન પરિમલ કાંજીએ ભાવુક બની જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાની આગતાસ્વાગતા જોઈ તેઓ ખૂબ રાજી થયા છે.
ગુજરાતીઓમાં અતિથિ દેવો ભવઃ ની નીતિ ખરેખર જોવા મળી છે. ગુજરાતની ભવ્યતા અને લોકોનો અનેરો સ્નેહ મળતા દેશભરમાં ગુજરાત મને સર્વશ્રેષ્ઠ લાગ્યું છે. ત્યારે આજરોજ વહેલી સવારે કેટલાક સાઇકલીસ્ટો પણ કલકતાના સાઇકલીસ્ટ સાથે જોડાઈ થોડા કિલોમીટર સાથે સાઇકલ ચલાવી પરિમલ કાંજીનો ઉત્સાહ વધારશે તેમ જણાવ્યું હતું.