ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ એસ.ટી બસ ડેપો તેની ખસતા હાલતને લઇ ચર્ચામાં આવ્યો છે. રોજના હજારો મુસાફરોની અવરજવરવાળા એસ.ટી ડેપો ખાતે જાણે વરસાદી માહોલ બાદ ઉભું રહેવા લાયક પણ પરિસ્થિતિ બચી નથી તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, વરસાદ બાદ મસમોટા ખાડાનું સામ્રાજ્ય ડેપોમાં જામ્યું છે, જેને પગલે હજારો મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
આજરોજ ડેપો પરિસદમાં પડેલ મસમોટા ખાડાઓ વચ્ચે એક એસ.ટી બસ ખાડામાં ફસાઇ જતા ત્યાં ઉપસ્થિત મુસાફરોને પોતાની મુસાફરી માટે ધક્કા મારવા જેવી નોબત આવી હતી, જે બાદ સમગ્ર ઘટના ક્રમ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાત મોડેલના એસ.ટી ડેપોની વાસ્તવિકતા લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી.
મહત્વની બાબત છે કે ભરૂચ શહેરમાં નવું બસ ડેપો નિર્માણ પામી રહ્યું છે, જેને લઇ ભોલાવ ખાતે હંગામી ધોરણે તંત્ર દ્વારા એસ.ટી ડેપો ખસેડવાની ફરજ પડી હતી, જોકે ભોલાવ ખાતે પણ કાગડા કાળા હોય તેવા હાલ વરસાદી માહોલ બાદ ડેપોની વર્તમાન પરિસ્થિતિ ઉપરથી કહી શકાય છે, તેવામાં હવે ભરૂચ એસ.ટી ડેપો ખાતેથી ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય તંત્ર વહેલી તકે દૂર કરે તેવી માંગ પણ લોકો વચ્ચેથી ઉઠી રહી છે.
હારુન પટેલ : ભરુચ
મો.: 99252 22744