આમોદ-જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં જીવના જોખમે પોતાના પેટનો ખાડો પુરવા માટે ૧૦૦ ફૂટ ઊંડી અને અસંખ્ય મગરોનું આશ્રયસ્થાન ધરાવતી નદીમાં પથરાયેલી જંગલી વેલ ઉપર ચઢીને લાકડાં વીણતાં મજૂરોને જોઈને નદી ઉપરથી પસાર થતાં લોકો તેમને વિસ્મયભરી અને આશ્ચર્યચકિત નજરે જોતા જ રહી જાય છે કારણે આ કોઈ ફિલ્મી સીન નથી પણ દેખીતી નજરે જોઈને લોકોને આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે. જે મજૂરો પોતાના પેટ માટે ૧૦૦ ફૂટ ઊંડી નદીમાં ઉતરીને લાકડાં વીણી મજૂરી મેળવે છે. ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં તણાઇને આવેલા લાકડા વીણી પોતાનું જીવન ગુજરાન ચલાવવા મજબુર બન્યાં છે.
એક તરફ સતત વરસાદને કારણે કોઈ મજૂરી કામ ન મળતાં મજૂરો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઢાઢર નદીમાં ઉતરીને લાકડાં વીણવા જાણે મજબૂર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ઢાઢર નદીમાં અસંખ્ય મગરો હોવા છતાં મજૂરો જીવના જોખમે લાકડાં વીણી મજૂરી મેળવતા હોય છે. એક તરફ તંત્ર દ્વારા ઢાઢર નદીમાં અસંખ્ય મગરો હોવાથી નદી ઉપર સાવચેતી સૂચક બોર્ડ મારવામાં આવ્યું છે અને લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. પરંતુ લાકડાં વીણતાં મજૂરો તંત્રની અપીલને પણ ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે. નદી ઉપર લાકડાં વીણતાં મજૂરો સાથે કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? આમોદ-જંબુસર નદી ઉપરનો મુખ્ય માર્ગ હોવા છતાં પણ તંત્ર અજાણ હોય શકે? જે બાબતે આમોદ પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744