Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ નું આજ રોજ પરિણામ જાહેર થતા ભરૂચ જીલ્લા ના ૫ જેટલા વિદ્યાર્થીઓ એ ૧ ગ્રેડ મેળવ્યા હતા.જયારે જીલ્લા નું કુલ ૬૨.૧૩% પરિણામ જાહેર થયું હતું…..

Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ નું આજ રોજ પરિણામ જાહેર થતા ભરૂચ જીલ્લા ના ૫ જેટલા વિદ્યાર્થીઓ એ ૧ ગ્રેડ મેળવ્યા હતા.જયારે જીલ્લા નું કુલ ૬૨.૧૩% પરિણામ જાહેર થયું હતું…….
હારૂન પટેલ::-આજ રોજ સવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષા ના ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર થયું હતું..ત્યારે ભરૂચ જીલ્લા માં એ ૧ ગ્રેડ માં પાંચ જેટલા વિદ્યાર્થી ઓ આવ્યા હતા…જેમાં નારાયણ વિધા વિહાર ના નીલ વિપુલ કુમાર ગોહિલ જેણે ૯૯.૮૯ % નારાયણ વિધા વિહાર નાજ ભાયસિંહ પ્રવીણ સિંહ મંગરોલા ૯૯.૮૧% મળવ્યા હતા જયારે અવધેત સ્કુલ ના જ્યપાલસિંહ રાજેદ્રસિંહ ગોહિલ એ ૯૯.૭૫% તેમજ સર્વોદય સ્કુલ અંકલેશ્વર ના ઉદિત મોદી એ ૯૬.૩૧% અને પી પી સવાણી અંકલેશ્વર ના શ્રેય અશોક ભાઈ વીરડીયા એ ૯૨.૪૬%મેળવી શાળા તેમજ જીલ્લા નું ગૌરવ વધાર્યું હતું………
ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા ની કુલ ૬૯ શાળાઓમાં કુલ ૩૭૨૯ વિદ્યાર્થીઓ પરીક્ષા બેઠક માં હાજર હતા જેમાંથી ૨૪૬૬ જેટલા વિદ્યાર્થીઓ પ્રમાણ પત્ર ને લાયક થયા હતા ત્યારે ભરૂચ જીલ્લા નું કુલ ૬૨.૧૩% પરિણામ આવ્યું હતું જેમાં ઝાડેશ્વર કેન્દ્ર ૭૫%સાથે નું સૌથી વધુ અને જંબુસર કેન્દ્ર માં ૫૯% સાથે સૌથી ઓછું પરિણામ નોંધાવવા પામ્યું હતું……..

Share

Related posts

માંડવી પોલીસ તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિન અને મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

માંગરોળના કોસાડી ગામમાં ચાર ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

ProudOfGujarat

લોઢવાડ ટેકરા દાંડિયા બજાર વિસ્તાર માંથી વર્લી મટકાનો જુગાર રમાડતા ૨ જુગારીયા ઝડપાયા ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!