ભરૂચના પશ્ચિમ વિસ્તાર એવા શિફાથી હુશેનિયા તરફ જવાના રસ્તા પાસે એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે બે ઇસમોને ગેરકાયદેસર લાઇસન્સ પરવાના વગર અગ્નિશાસ્ત્ર પિસ્તોલ, જીવતા કારતૂસ, એક મોટો છરો, એક રામપુરી ચપ્પુ તથા શિફટ ડીઝાયર ગાડી સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એસ.ઓ.જી પોલીસ સ્ટાફ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક શિફટ ડીઝાયર ફોરવ્હીલ કાર જેનો નંબર GJ-16-BG-1608 ડેરોલ તરફથી ભરૂચ આવી રહી છે. પોલીસ કર્મીઓ જંબુસર બાયપાસ ચોકડી ઉપર સદર કારની વોચમાં હતા ત્યારે રાત્રિના 1:15 વાગ્યે વર્ણનવાળી શિફટ ડીઝાયર પૂર ઝડપે જંબુસર બાયપાસથી મહંમદપુરા તરફ ભાગી ગઈ હતી. સદર ગાડીનો પોલીસ સ્ટાફે પીછો કરતાં શિફટ ડીઝાયર શિફાથી હુશેનિયા તરફ ભાગવાની કોશિશ કરી હતી. જેને હુશેનિયા ફાટક પાસે આંતરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા શિફટ ડીઝાયરમાં ડ્રાઈવર સીટ પર બેઠેલા ઇસમની પૂછપરછ કરતાં પોતે ઈમરાન શોકત ખીલજી જણાવેલ તેમજ તેની અંગજડતી લેતા તેની કમર ભાગે બાંધેલ એક અગ્નિશાસ્ત્ર પિસ્તોલ, લોડેડ સ્થિતિમાં મળી આવેલ. ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા ઇસમની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ સઇદ ઉર્ફે ભૂરો મુસ્તાક પટેલ જણાવેલ છે જેની અંગજડતી લેતા તેની પાસેથી એક મોટો છરો તેમજ રામપુરી ચપ્પુ, ધાતુનો પંચ મળી આવેલ. સદર વસ્તુઓ પંચોની રૂબરૂ કબ્જે લઈ તેઓને એસ.ઓ.જી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પોલીસ દ્વારા શિફટ ડીઝાયર ગાડી કિં.3,00,000 તથા અગ્નિશાસ્ત્ર પિસ્તોલ રૂ.10,000 તેમજ મોબાઈલ મળી કુલ રૂ.3,40,275 ના મુદ્દામાલ સાથે ઝડપી આઈ.પી.સી. ની કલમ આમ્સ એકટ હેઠળ 25(1) 1 એ બિનઅધિકૃત રીતે લાઇસન્સ પરવાના વગર હથિયાર રાખવા શબબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ભરૂચના બાયપાસ પાસે હુશેનિયા ફાટક પાસેથી પિસ્તોલ અને તીક્ષ્ણ હથિયારો સાથે બે ઇસમો ઝડપાયા.
Advertisement