ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવતા તત્વોની કમી ન રહી હોય તેમ એક બાદ એક નશાના સોદાગરો પોલીસની પકડમાં આવી રહ્યા છે, જિલ્લામાં પોલીસ વડા તરીકે નો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી તો જાણે નશાનો વેપલો કરતા તત્વોના પડતીના દિવસો ચાલુ થયા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે,જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સતત નશાનો વેપલો કરતા તત્વોને જેલના સળિયા ગણતા કરી મુક્યા છે, તેવામાં વધુ ૬ બુટલેગરો હવે પોલીસના સકંજામાં આવ્યા છે.
ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકના કર્મીઓએ બાતમીના આધારે ધોળીકુઇ બજાર વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન ત્યાંથી પસાર થતી રીક્ષાની જનતાબાગ પાસે તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની બોટલ તેમજ બિયરના ટીન મળી કુલ ૭૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી મામલે (૧) મુસ્તાક કરીમ મન્સૂરી રહે,ભીમનાથ મંદિર બહારની ઉડાઈ,ભરૂચ (૨) મોહમ્મદ ફારૂક મૂર્તજા શેખ રહે,સ્વામિનારાયણ મંદિર પાછળ બહારની ઉડાઈ ભરૂચ (૩) રાહુલ કિશોર કાયસ્થ રહે,દાંડીયા બજાર ભરૂચ (૪) પ્રદીપ મહેન્દ્ર ભાઈ ગાંધી રહે,જનતા બાગ પાસે ધોળીકુઇ બજાર ભરૂચ (૫) રામભાઈ સોમા ભાઈ માછી રહે,ખત્રીવાડ ભરૂચ(૬) જીગ્નેશ ઉર્ફે નેરો રાજુભાઇ રાવલ રહે,રાવળિયા વાડનો ટેકરો ઘોળીકુઇ ભરૂચ નાઓને ઝડપી પાડી તેઓ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.