Proud of Gujarat
GujaratFeaturedINDIA

તીસ્તા મુદ્દે અહેમદ પટેલનું નામ ઉછાળવાનો મામલો, અહેમદ પટેલ અને તેઓના પરિવારના સમર્થનમાં સોશિયલ મિડિયામાં ટ્રેન્ડ શરૂ થયો…!!!

Share

ગુજરાત SIT એ 2002 ના ગુજરાત રમખાણોને લઈને સોગંદનામામાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ વિરુદ્ધ મોટો ખુલાસો કર્યો છે. SIT નું કહેવું છે કે તિસ્તાને ગુજરાત સરકારને બદનામ કરવા માટે 2002 માં કોંગ્રેસ પાસેથી ફંડ મળ્યું હતું. SIT એફિડેવિટ અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના આદેશ પર સેતલવાડને એક વખત 5 લાખ અને એકવાર 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

જે બાદ કોંગ્રેસે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. સાથે જ અહેમદ પટેલની પુત્રીએ વળતા પ્રહાર કરતા કહ્યું હતુ કે મારા પિતા જીવતા હતા ત્યારે કાર્યવાહી કેમ ન કરવામાં આવી? વિપક્ષને બદનામ કરવા માટે આ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આરોપ લગાવવા એકદમ સરળ છે પરંતુ પુરવાર કોણ કરશે?… ચૂંટણીનું વર્ષ છે એટલે આ બધું થવાનું…જાણી જોઈને નામ નાંખવામાં આવ્યું છે તેમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ટ્વિટરના માધ્યમથી ખુલાસો કર્યો હતો.

Advertisement

મર્હુમ અહેમદ પટેલનું સમગ્ર મામલે નામ ઉછડયા બાદથી અહેમદ પટેલના પરિવાર તેમજ અહેમદ પટેલના સમર્થનમાં # i support ahemad patel and # i support mumtaz patel ની ટેગ સાથે ફેસબુક, ટવીટર, ઇન્સ્ટગ્રામ પર મોટી સંખ્યામાં લોકો સમર્થનમાં ઉતરી આવ્યા છે, તેમજ સમગ્ર મુદ્દે મર્હુમ અહેમદ પટેલ અને તેઓના પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર પણ લોકો સોશિયલ મિડિયા થકી આપી રહ્યા છે, તો બીજી તરફ અહેમદ પટેલનું નામ મામલે ઉછડયા બાદથી કોંગ્રેસના કાર્યકરો પણ હવે મેદાનમાં ઉતરી આવ્યા છે અને પોતાની તીખી પ્રક્રિયાઓ આપી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં અહેમદ પટેલના નજીકના વ્યક્તિઓ પણ સમગ્ર મામલે અહેમદ પટેલનું નામ ખોટી રીતે સંડોવ્યું હોય અને રાજકીય લાભ મેળવવા માટે આ પ્રકારનું એક ષડયંત્ર કરવામાં આવ્યું છે તેમ પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે તેવામાં જોવું રહ્યું કે હવે આ વિવાદ આખરે ક્યાં જઈને અટકે છે.

હારુન પટેલ : ભરૂચ
મો. 99252 22744


Share

Related posts

રાજપીપળા : અવસર લોકશાહીનો અભિયાન અંતર્ગત “અવસર રથ” ને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન.

ProudOfGujarat

બાળવૈજ્ઞાનિકો ને પ્રોત્સાહિત કરવા હાંકલ પંચમહાલ જીલ્લાનુ 54 મુ વિજ્ઞાન પ્રદર્શન ગોધરા ખાતે યોજાયુ.

ProudOfGujarat

સ્ટેચયુ ઓફ યુનીટીનાં બસ ડ્રાઇવરની બેદરકારી ચાલુ બસે ફોન પર વાત કરી મોટર સાઇકલ સાથે બસ અથાડી અકસ્માત કરતા બે ને ગંભીર ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!