Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોના બાપની દિવાળી : ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં હાઇ માસ લાઈટ અને સ્ટ્રીટ લાઈટો દિવસે પણ ચાલુ.

Share

ભરૂચના પશ્ચિમ વિસ્તાર એવા મહંમદપુરા, નવી શાક માર્કેટ, બાયપાસ સહિતના વિસ્તારોમાં દિન દહાડે હાઈમાસ લાઇટ, સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય છે. જે નગર સેવાસદનની ઘોર બેદરકારીની ચાડી ખાય છે.

મહંમદપુરા વિસ્તારમાં છેલ્લાં ત્રણ દિવસથી હાઇ માસ લાઈટ અને સ્ટ્રીટ લાઈટો દિવસ દરમિયાન પણ ચાલુ અવસ્થામાં જોવા મળી રહી છે તેવામાં દિવસે પણ ચાલતી લાઈટો વાહન ચાલકો અને સ્થાનિકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે, એક તરફ તંત્ર અને સરકાર વીજળી બચાવવા માટે રાત દિવસ જાહેરાતો કરે છે તેવામાં ભરૂચ નગરપાલિકાનું લશ્કર આખરે કઈ દિશામાં લડી રહ્યું છે તે આ તસ્વીરો ઉપરથી સાબિત થઈ રહ્યું છે, આમ જ ભરૂચ નગરપાલિકા દેવામાં ચાલતી હોવાના આક્ષેપો અવારનવાર વિપક્ષ તરફથી કરવામાં આવતા હોય છે તેવામાં આ લાઈટ બિલનું દેવાળું કોણ ફૂંકવા બેઠું છે તે બાબત પણ તપાસનો વિષય છે.

હારુન પટેલ : ભરુચ
મો.99252 22744

Advertisement

Share

Related posts

રાજપીપળા નજીક આંબલી ગામે પિક-અપ ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત.

ProudOfGujarat

અરવલ્લી : ભિલોડા બજારમાં નશામાં ધૂત ઇકો ચાલકે 5 લોકોને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : બોડીયા ગામનાં ખેડૂતોએ પાક નિષ્ફળ થયાની રજૂઆત મામલે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!