Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જંબુસરના સારોદ ગામે રાત્રે દીપડો દેખાયો, રાહદારીઓએ વિડીયો કેમેરામાં કેદ કર્યો.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં રાત્રીના સમયે દીપડો ઝાડીઓ વચ્ચે લટાર મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, આમ તો સામાન્ય રીતે પૂર્વ ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં દેખાતો દીપડો જિલ્લાના જંબુસર ખાતેના સારોદ ગામ નજીક ફરતો હોવાનો વીડિયો રાહદારીએ કેમેરામાં કંડારી વાયરલ કરતા લોકો વચ્ચે મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

મહત્વની બાબત છે કે જંબુસર નજીકથી ઢાઢર નદી પણ પસાર થાય છે અને હાલ નદીમાં જળ સ્તરનું પ્રમાણ પણ વધુ છે તેવામાં અનુમાન લગાવાઇ રહ્યું છે કે આ નદીના પુરના પ્રવાહમાં દીપડો તણાઇ આવી સારોદ નજીક પહોંચ્યો હોય શકે છે, તેવામાં હવે મામલો ચર્ચાનુ કેન્દ્ર બનતા વન વિભાગને પણ ઘટનાની જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો.99252 22744


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે નાણા વર્ષ 2024 ના પહેલા ત્રિમાસિકમાં તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું – પીએટી 11.8% વધ્યો અને જીડીપીઆઈ 18.9% વધી, જે ઉદ્યોગની 17.9% ની વૃદ્ધિ કરતા વધુ છે

ProudOfGujarat

વડોદરા જીલ્લાનાં સાંસરોદ ગામના નવ યુવાનોએ માનવતાની મહેક પ્રગટાવી.

ProudOfGujarat

વડોદરા : ચોરપુરા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સૌજન્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!