ભરૂચ જિલ્લામાં આવેલ જીઆઇડીસી વિસ્તારની કંપનીમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ઉનાળાની ઋતુમાં તો જાણે ઔધોગિક એકમોમાં આગ લાગવાની બાબતો સામાન્ય બની હતી, ત્યારે ભર ચોમાસામાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ અને ગાદલા બનાવતી કર્લોન ઇન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીમાં આજે સવારના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
ઝઘડિયા જીઆઇડીસી ની ખાનગી કંપનીમાં લાગેલ આગના ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી દેખાઈ દેતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો, અચાનક કંપનીમાં ફાટી નીકળેલ આગના પગલે સ્થળ ઉપર એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે ઘટના અંગેની જાણ ઝઘડિયા ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર વિભાગના પાંચથી વધુ લાયબંબા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવાની કવાયત હાથધરી છે.
મહત્વની બાબત છે કે કંપનીમાં ક્યાં કારણસર આગ લાગી હતી તે દિશામાં કંપની સત્તાધીશો સહિત સ્થાનિક તંત્રએ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે, જોકે આગ ફાટી નીકળ્યા બાદ તમામ કામદારોને સુરક્ષિત રીતે તાત્કાલિક બાહર નીકળી આવતા ઉપસ્થિત લોકોએ હાશકારો પણ અનુભવ્યો હતો.
હારુન પટેલ
મો.99252 22744