સમગ્ર ગુજરાતમાં બારે મેઘ ખાંગાની જેમ વરસાદ સાર્વત્રિક વરસી રહ્યો છે કેટલીક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ ભરેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને દક્ષિણ ગુજરાતમાં અનેક શહેરોને રેડ એલર્ટ જાહેર કરાયું છે.
ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા ટવીટ કરી જાણવાયુ છે કે ઉપરવાસમાં ભારે વરસાદ તથા કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોય તથા દરિયાઈ ભારતીના કારણે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થવાની શકયતા રહેલી છે. જેથી કાંઠાના વિસ્તારના રહીશોને સાવચેત રહેવા વિનંતી કરી છે. આકસ્મિક સંજોગોમાં ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી કરેલ છે. તંત્રને સજ્જ રહેવાની પણ સૂચના આપવામાં આવી છે અને NDRF ની ટીમ પણ પરિસ્થિતી ઉપર નજર રાખી જરૂર જણાયે ત્યાં બચાવ કામગીરી કરી રહી છે.
Advertisement