તવરા બસ સ્ટોપ પાસે ધ મેપલ્સ કેર અને સિલ્વર કપ તથા ગોલ્ડન રેસીડેન્સી અને વેલંજા આ તમામ સોસાયટીના બિલ્ડરો દ્વારા વરસાદી પાણીનો નિકાલ નહીં કરાતા આજે પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું. સોસાયટીના બિલ્ડરો દ્વારા પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા આજે મુખ્ય માર્ગ ઉપર જ પાણી ફરી વળ્યા હતા.
ભરૂચમાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર વરસી રહ્યો છે ત્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવી પડતી હોય છે ત્યારે આજે ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ બિલ્ડરો દ્વારા બેફામ ખોદકામ અને આડેધર બાંધકામને લઈ વરસાદી પાણીના નિકાલ ન થવાના કારણે આજે સમગ્ર વરસાદી પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા વાહન ચાલકો, ધંધા રોજગાર અર્થે જતા લોકો, શાળા, કોલેજ વિદ્યાર્થીઓ પણ આજે અટવાયા હતા. લોકોએ અટવાવાનો વારો આવ્યો હતો, કમર સમા પાણીમાંથી વાહન ચાલકોએ પસાર થવું પડયુ હતું.
ઝાડેશ્વર ચોકડીથી તવરા, શુક્લતીર્થ, નિકોરા, અંગારેશ્વર, ઝનોર આમ 18 થી 20 ગામડાને જોડતો આ મુખ્ય માર્ગ છે અને આજે આ મુખ્ય માર્ગ ઉપર જ બિલ્ડરોની અન આવડતના કારણે કમર સમા પાણીથી આજે વાહન ચાલકો પાણીમાં અટવાયા હતા અનેક વાહનો પાણીમાં બંધ થઈ જતા ધક્કા મારવાની પણ ફરજ પડી હતી.