Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિ દ્વારા નરેશભાઇ પટેલના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.

Share

ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલના ૫૭ મા જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં ૫૭ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનું આયોજન કરાયુ છે, તે અંતર્ગત ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિ અને સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા.૧૧ મીના રોજ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સરદાર પટેલ ભવન ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે વિવિધ બિમારીઓવાળા ઘણા દર્દીઓને લોહીની જરુર પડતી હોય છે, અને કોઇવાર દર્દીને લોહી ન મળી શકતા મુશ્કેલીમાં મુકાવાનો વારો પણ આવતો હોય છે. ત્યારે જન્મદિનની ઉજવણી રક્તદાન કેમ્પ યોજીને કરવામાં આવે તો તે એક ઉમદા કાર્ય ગણાય. ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી નરેશભાઇ પટેલના જન્મદિનને રક્તદાન શિબિરથી યાદગાર બનાવવા સંસ્થાના કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. આજરોજ અંકલેશ્વર ખાતે યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લઇને રક્તદાન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આજરોજ ૧૧ મી જુલાઇએ નરેશભાઇ પટેલના જન્મદિવસે રાજ્યભરમાં કુલ ૫૭ સ્થળોએ રક્તદાન કેમ્ય યોજવામાં આવ્યા છે. અંકલેશ્વર ખાતે યોજાયેલ કેમ્પનો સમય સવારના સાડા નવથી બપોરના એક વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો, જેમાં સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આયોજીત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ખેડા : માતરના ગરમાળા ગામની સીમના ખેતરોમાં મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ.

ProudOfGujarat

ભરૂચ : હેડકલાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતી અંગે યોગ્ય પગલા ભરવા આવેદન પાઠવાયુ….

ProudOfGujarat

ભરૂચ : વિશ્વ હૃદય દિવસ નિમિતે હાર્ટ ડીઝીઝ અવેર્નેશ કાર્યક્રમ રોટરી કલબ ઓફ ભરૂચ ખાતે યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!