Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવમાં વધારો થતાં અનોખો વિરોધ પ્રદર્શન કરાયો.

Share

આજરોજ ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શનનો એક કાર્યક્રમ યોજ્યો હતો.

મહિલા કોંગ્રેસની બહેનોએ આક્ષેપ કર્યા હતા કે મોંઘવારી નાથવામાં કેન્દ્રની મોદી સરકાર તદ્દન નિષ્ફળ નીવડી છે, અને રોજબરોજ રાંધણગેસ સહિતની વસ્તુઓમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વધુ એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૫૦ નો વધારો થયો છે, જેને લઈ આજે મહિલા કોંગ્રેસ દ્વારા શહેરના પાંચબતી વિસ્તારમાં ગોબરના છાણા અને લાકડા લઇ અનોખી રીતે મોંઘવારીનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, મહિલા કોંગ્રેસની બહેનોએ પાંચબત્તી સર્કલ ખાતે ભેગી થઇ કેન્દ્ર સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ પોલીસે વિરોધ કરી રહેલ તમામ મહિલા કાર્યકરોની અટકાયત કરી હતી.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

વિરમગામ પંથકમાં કુલ 354 મતદાન મથકો પર 300 થી વધુ દિવ્યાંગ મતદારોના સહાયક બન્યા આરોગ્ય કર્મચારીઓ…

ProudOfGujarat

ભરૂચ : દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ ખાતે 50 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાઈ.

ProudOfGujarat

ગોધરા તાલુકાની પ્રથમ કારોબારી બેઠક મળી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!