Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : 150 આદિવાસીઓના ધર્માંતરણનો મામલો, વધુ બે આરોપીની પોલીસે કરી ધરપકડ.

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામ ખાતે થોડા સમય પહેલા ૧૫૦ જેટલા લોકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયું હોવાની બાબત સામે આવતા ભારે ખળભળાટ મચ્યો હતો, જે બાદ પોલીસે મામલા અંગે મુખ્ય સુત્રોધાર અને વિદેશી ફંડ ભરૂચ સુધી પહોંચાડનાર અબ્દુલ્લા ફેફડાવાલા સહિત ૨૧ ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ ૧૪ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી જે બાદ વધુ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

આમોદના કાંકરિયા ગામે હાલ લંડનમાં રહેતા અબ્દુલ્લા ફેફડાવાલાને પ્રથમ ભારત ભરૂચ બોલાવી બેઠક યોજનાર ૨ આરોપી પોલીસની પકડમાં આવ્યા છે, જેમાં સરફરાજ ઉર્ફે જાવીદ ખુજી પટેલ રહે,આછોદ સુથાર ફળિયું તા.આમોદ તેમજ રમીઝરાજા ઉર્ફે ઓવૈશ અબ્દુલ ગની ખાનજી રહે,નડિયાદ નાઓને ઝડપી પાડી બન્ને આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

મહત્વની બાબત છે કે વિદેશમાં સ્થાઈ માસ્ટર માઈન્ડ અબ્દુલ્લા ફેફડાવાલા સામે રેડકોર્નર નોટિસ પણ જારી કરાઈ છે, ચકચારી ધર્માંતરણ કેસમાં અત્યાર સુધી 14 સામે ચાર્જશીટ અને 21 ની સામે ગુનો નોંધાઈ ચુક્યો છે, ત્યારે પોલીસે પણ મામલે ઝીણવટભરી તપાસ કરી એક બાદ એક ધરપકડનો દોર શરૂ રાખ્યો છે સાથે ફેફડવાલા સામે પણ કાયદાકીય રીતે વિદેશથી ભરૂચ લાવવા માટેની કવાયાત પણ ચાલુ રાખી છે, આમ વધુ બે આરોપીઓની ધરપકડ બાદ કાંકરીયા ધર્માંતરણનો મામલો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

એસ.આર.પી. જવાનોને જીલ્લા વાઇઝ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

‘વિશ્વ પૃથ્વી દિવસ’ પર ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ

ProudOfGujarat

ભાવનગરમાં મહાશિવરાત્રિ નિમિત્તે શિવમંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!