ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ હરિઓમ સોસાયટી યુ.પી.ના બુલંદ શહેરની વતની જ્યોતિ સચિન ચૌધરી એક બેંકમાં નોકરી કરે છે. તેમનો ભાઈ અતુલ ઉર્ફે સોનુને દારૂ પીવાની કુટેવ હતી જેના લીધે જ્યોતિબેન ખુબ પરેશાન રહેતા હતા. તેથી તેમના ઘરમાં કામવાળી બાઈથી જાણવા મળ્યું હતું કે મંગલમ સોસાયટીમાં એક બહેનને માતાજી આવે છે અને તેઓ આ પ્રકારની ખરાબ આદતો તાંત્રિક વિધિથી દૂર કરે છે તેથી તાંત્રિક વિધિ કરતાં સપના વેગડ ઉર્ફે સોનલને ત્યાં જ્યોતિબેન તથા તેમના માતા વિમલેશ મંગલમ સોસાયટીમાં ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર સોનલબેન પહેલેથી બે શિષ્યો રાખતા હતા. જે સોનલ બેનના વખાણ કરતાં અને કહેતા તમારું કામ ચોકકસ થઈ જશે તમે ચિંતા ના કરો અમે બેઠા છીએને તેમ વાતોમાં ભોળવી સપનાબેને ઘણાના કામ કર્યા છે તેમ જણાવતા હતા. ત્યારે જયોતિબેન વિધિ કરાવવા તૈયાર થયા હતા. જે બાદ અતુલમાં કોઈ ભૂતપ્રેતનો સાયો છે તેમ જણાવી ડર બેસાઈ અન્ય બીજી તાંત્રિક વિધિઓ કરવી પડશે તેમ કહી વધારાના રૂપિયાની માંગણી કરી હતી. તેમની વાતોમાં ભોળવાઈ જઇ જ્યોતિબેને માતાજીનાં ચેલા ગૌરવ અનિલભાઈ પારેખના બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ. 3,67,849/- ઓનલાઈન ટ્રાન્સફર કરેલ છતાં પણ જયોતિબેનના ભાઈ ઉપર કોઈ અસર ન થતાં જયોતિબેને તેમણે આપેલા રૂપિયા પરત માંગ્યા હતા જેથી માતાજીએ જયોતિબેનને જણાવેલ કે મારા ચેલા ગૌરવ અનીલભાઇ પારેખ તથા ભૂપેશભાઇ રમણભાઇ માછી બન્ને ખતરનાક છે રૂપીયા પાછા માગાં શો તો તમારે જીવ પણ ગુમાવવો પડી શકે છે જેવી ધમકી આપી હતી. જેથી થોડા દિવસો બાદ જયોતિબેને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ પૈકી બે આરોપી (1) સપના ઉર્ફે સોનલ વિનોદકુમાર વેગડ (2) ગૌરવ અનિલભાઈ પારેખને ગણતરીના કલાકોમાં ઝડપી પાડેલ છે અને વોન્ટેડ આરોપી ભૂપેશભાઈ રમણભાઈ માછીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેઓ પાસેથી કુલ રૂ.36,160 અને મોબાઈલ નંગ 4 મળી કુલ રૂ. 54,160 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.