‘પર્યાવરણ બચાવો’ અંતર્ગત ઘણા સમયથી ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલ માઈક્રોનવાળું પ્લાસ્ટિક ઉપયોગ કરવા ઝુંબેશ ચલાવવામાં આવે છે. પ્લાસ્ટિક પર્યાવરણની સાથે પશુઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિકનાં ઉપયોગ પર જાગૃતિ લાવવાના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવતા હોય છે.
ભરૂચ નગરપાલિકાનાં ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ તા.2/7/22 થી 6/7/22 દરમિયાન બે અલગ-અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે-સાથે પર્યાવરણ જાળવણી બાબતે વેપારીઓને પ્લાસ્ટિકથી થતાં નુકસાન બાબતે માહિતગાર કર્યા હતા. નગરપાલિકાની બંને ટીમના વડા તરીકે સલિમભાઈ દરોગા સી.એસ.આઇ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ કુલ 201 કિગ્રા પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો તેમજ 64,500 નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
વધુમાં ચીફ ઓફિસર દશરથસિંહે જણાવ્યુ હતું કે ભરૂચવાસીઓ પર્યાવરણ બચાવવા જાગૃત થાય અને પ્લાસ્ટિક થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરી સાથ અને સહકાર આપે તેવી જાહેર વિનંતી કરવામાં આવી હતી.