સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે અંતર્ગત સ્વચ્છ શેરી, સ્વચ્છ સમાજ અને સ્વચ્છ ભારત ઉપર ભારતના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ જ મોટી જન ઝુંબેશ ઉઠાવી હતી. કેટલાક ગામડાઓ અને શહેરો માટે સ્વચ્છતા બાબતે વધારાના અનુદાનની જોગવાઈ પણ કરવામાં આવી હતી.
સ્વચ્છ ભારત મિશન નેજા હેઠળ ભરૂચમાં આવેલ મુન્શી શાળામાં સ્વચ્છતા ઉપર ભાર મૂકી સ્વચ્છ વિદ્યાલય બનાવવાનું બિરુદ ઝડપ્યું હતું જેના ભાગરૂપે ‘સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22’ મર્હુમ દાઉદ મુન્શી શાળાને ભરૂચના ડી.ઇ.ઓ તથા કલેકટર કચેરીની ટીમ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છ ભારત સ્વચ્છ વિદ્યાલયની ટીમ દ્વારા સમગ્ર મુન્શી કેમ્પસ તથા દાઉદ મુન્શી શાળાની સફાઈ, કેમ્પસ, વર્ગખંડો, બાથરૂમની સફાઈને ધ્યાને લઈ આ ટીમ દ્વારા 90 % સ્કોર આપવામાં આવ્યો હતો. જેના અનુસંધાને આ સ્વચ્છતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો જે બદલ ટ્રસ્ટી મંડળે ડી.ઇ.ઓ અને કલેક્ટર કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભરૂચની મર્હુમ દાઉદ મુન્શી શાળાને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરાયો.
Advertisement