Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પશ્ચિમ વિસ્તારના શીફાથી મનુબર જતાં બનેલ નવનિર્મિત RCC રોડના ઉદ્ઘાટનના અભાવે પ્રજાને પડતી મુશ્કેલીઓ.

Share

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી છે. હજારો ખેડૂતો, વેપારીઓ, ગ્રાહકો મોટી સંખ્યામાં શાકભાજી અને ફળફળાદી ખરીદવા આવતા હોય છે. નવી શાક માર્કેટથી મનુબર જતાં બાયપાસ ચોકડી સુધી તંત્ર દ્વારા નવો આર.સી.સી રોડ બનાવેલ છે. સદર રોડ છેલ્લા એક અઠવાડીયાથી તૈયાર થઈ ગયેલ છે. બંને સાઈડ બેરીકેડ લગાવી રોડને બંધ કરવામાં આવેલ છે. ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી સદર બંધ રોડને કારણે પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ઉદ્ઘાટન માટે કોઈક નેતાની આવવાની રાહ જોવાઈ રહી છે. નેતા નવરા પડતાં નથી અને રોડનું ઉદ્ઘાટન થતું નથી. જેના કરરને પ્રજાની મુશ્કેલીઓમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પ્રજાના હિતમાં સત્વરે રોડને ખુલ્લો મૂકવામાં આવે તે ઇચ્છનીય છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં પરોઢિયે રેલ્વે તંત્ર એ મંદિર અને દરગાહ તોડી પાડતા ભક્તોની લાગણી દુભાઈ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની વેરા વધારા નીતિ સામે વિપક્ષ દ્વારા પાંચબત્તી સર્કલ ખાતે સહી ઝુંબેશ કર્યું

ProudOfGujarat

અંક્લેશ્વર ના જુના કાશીયા ની સીમ માંથી વિદેશી દારૂનો જથ્થા સાથે બાઈક ઝડપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!