ભરૂચ પોલીસ વિભાગને સોશિયલ મિડિયા થકી જાણકારી મળી હતી કે ભરૂચથી અમરનાથ શ્રધ્ધાળુઓ ભરેલ બસ જઇ રહી હતી તે દરમિયાન પંજાબના અમૃતસર જિલ્લાના કચ્છુ નગર ખાતે સ્થાનિક આર ટી ઓ દ્વારા બસને રોકી પોલીસ સ્ટેશન ખાતે લકઝરી બસ તેમજ તેમાં સવાર ૪૦ જેટલા શ્રધ્ધાળુઓ કાયદાકીય પ્રક્રિયાની ગૂંચમાં છેલ્લા ૮ કલાકથી હેરાન પરેશાન થઇ રહ્યા છે, જે બાદ ભરૂચ પોલીસ વિભાગના એ.એસ.પી વિકાસ સુંડા એ ત્વરિત એક્શનમાં આવી મામલા અંગેની તપાસ કરી હતી.
એ.એસ.પી વિકાસ સુંડા દ્વારા અમૃતસર ખાતેના પોસ્ટડનો સંપર્ક કરી શ્રદ્ધાળુઓને થઇ રહેલા હેરાનગતિ અંગે વાકેફ કરી તાત્કાલિક કાયદાકીય પક્રિયા પુરી કરાવી લકઝરી બસ તથા તમામ શ્રધ્ધાળુઓને ત્યાંથી આગળ પ્રવાસ માટે રવાના કરવામાં આવતા ભરૂચ પોલીસની સતર્કતા અને કામગીરીની શ્રધ્ધાળુઓ સહિત જિલ્લાભરમાં પ્રશંસા થઇ રહી છે.
હારુન પટેલ : ભરૂચ
Advertisement