Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પૂર્વ પટ્ટીના કોંગ્રેસના આગેવાન અને કામદાર નેતા મહેશભાઈ પરમાર 300 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા.

Share

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ગુજરાતમાં વિભિન્ન રાજકીય પક્ષો સંગઠનને મજબૂત કરવા કમર કસી રહ્યા છે. તેવામાં ભરૂચના પૂર્વપટ્ટીના કોંગ્રેસનાં મજબૂત આગેવાન અને કામદાર નેતા એવા મહેશભાઇ પરમાર તેમના 300 જેટલા સમર્થકો સાથે વિધિવત ભાજપમાં જોડાયા છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં મહેશ પરમાર અને તેમના સાથી મિત્રોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

Advertisement

સત્તાધારી પક્ષમાં સંગઠન મજબૂત બનાવવા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને પક્ષને મજબૂત બનાવવા તેમનો સિંહફાળો રહ્યો છે. અરુણસિંહ રણાની મહેનત રંગ લાવતી હોય તેવું પક્ષના મોવડી મંડળને લાગી રહ્યું છે. આમ ભરૂચ જીલ્લામાં સંગઠનમાં એક મોરપીંછનો વધારો થયો છે તેમ કહી શકાય.


Share

Related posts

વડોદરામાં એમ.ડી ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

ભરૂચ : શાળા સંચાલકોની ફી દ્વારા કરાતી લૂંટ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તાળાબંધી કરવા જતાં NSUI નાં પ્રમુખની અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરામાં તા. 5 અને 6 એ અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!