Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનો વધુ એક ઓવરબ્રિજ શું અકસ્માતને નોતરું આપી રહ્યો છે ?

Share

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર એટલે જંબુસર બાયપાસ ચોકડી ઉપર આવેલ ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં નજરે પડી રહ્યો છે. બ્રિજનું વાઈબ્રેશન પણ વધી ગયું છે. નજીકના ભૂતકાળમાં નંદેલાવ પાસે ઓવરબ્રિજના કાંગરા ખડી પડયા હતા અને જાનહાનિ થતાં બચી ગયા હતા. પરંતુ કેટલીક ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

જંબુસર બાયપાસ રોડ પર આવેલ ઓવરબ્રિજ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે. ચોમાસા દરમિયાન આ ખાડાઓમાં પાણી ભરાય જવાથી વાહનચાલકોને ખ્યાલ આવતો નથી એટલે વાહનો ઠપકાઈ છે અને બ્રિજને નુકસાન થઈ રહ્યું છે. હાઇવે ઓથોરીટીને લાગતાં વળગતા તંત્ર દ્વારા સમયાંતરે તેનું મરામત કે તપાસ કરવામાં આવતી નથી જેને પગલે અકસ્માતોની ભરમાળ વધી જાય છે. તંત્ર યોગ્ય પગલાં ભરી આવનાર જોખમને ટાળવા ધ્યાન આપે તે સમયની માંગ છે.

જંબુસર બાયપાસ ચોકડી ઉપરના ઓવરબ્રિજ ઉપર દિવસ દરમિયાન હજારો ભારે ભરખમ વાહનો પસાર થઈ રહ્યા છે કેમ કે દહેજ પંથકની વિશાળ જી.આઇ.ડી.સી ના કારણે સમગ્ર દેશમાંથી તેમજ વિદેશથી પણ કાચુ રો-મટીરિયલ પસાર થઈ રહ્યું છે જેના પગલે ઓવરબ્રિજની હાલત જર્જરિત બની જવા પામી છે. આ ઓવરબ્રિજનું વાઇબ્રેશન પણ વધી ગયું છે જેને મરામત કરવવાનો સમય આવી ગયો છે જે જલ્દી મરામત નહીં થાય તો મોટી જાનહાનિ થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. તંત્ર ત્વરિત પગલાં ભરી આ ઓવરબ્રિજની કામગીરી કરે તેવી માંગણી લોકો દ્વારા સેવાઇ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર થયેલ કેસો પરત લેવા તેમજ એલ.આર.ડી પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે બાબતે આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર..!!

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પૂર્ણિમા બંગલોઝ અને વિજય નગર સ્થિત સગુન એપાર્ટમેન્ટમાં તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મિ વરસાદ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!