Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના કેબલ બ્રિજ ખાતે અજાણ્યા ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત.

Share

ભરૂચના કેબલ બ્રિજ ખાતે શેરપુરાના અમીના પાર્ક ખાતે રહેતા આરીફભાઈ મુસાભાઈ નાર્બનને કોઈક અજાણ્યા ટ્રકે પાછળથી ટક્કર મારી મોત નીપજાવ્યું હતું.

ભરૂચ સી ડિવિગન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ ભરૂચની શેરપુરા ચોકડી ખાતે આવેલા અમીના પાર્કમાં 26 વર્ષીય આરીફ મુસાભાઈ નાર્બન રહેતા હતા. જેઓ નર્મદા ચોકડી ખાતે આવેલી મીઠાના અગરની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા.
તેઓ પોતાની એક્ટિવા લઈ પત્ની રૂબીના અને 11 મહિનાના પુત્ર અયાન સાથે કેબલ બ્રિજ ખાતે ગયા હતા. તેઓએ એક્ટિવા ગાડી સર્કિટ હાઉસ નીચે પાર્ક કરી તેઓ ત્યાંથી ચાલતા ચાલતા કેબલ બ્રિજ જોવા ગયેલ અને ત્યાંથી બ્રિજ જોઇને ઘરે આવવા નીકળેલ તે વખતે રોડ ઉપર રાત્રિના આશરે સાડા સાત વાગ્યાના સુમારે તેઓની પાછળ આવતી એક અજાણ્યા ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂર ઝડપે હંકારી ટક્કર મારી અકસ્માત કરેલ જેથી આરીફભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મૃત્યુ પામેલ જયારે 11 માસના પુત્ર અમાનને શારિરીક ઇજાઓ થવાથી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ. સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત અને મોતનો ગુનો નોંધી ભાગી છુટેલ ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરેલ.

Advertisement

Share

Related posts

ભરૂચનાં કતોપોર બજાર વિસ્તારમાં માળખાકીય સુવિધા પૂરી પાડવા યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન મેદાનમાં…

ProudOfGujarat

બાકરોલ ની સીમ આવેલી ખુલ્લી જગ્યમા આગ લગતા અફરતફરીનો માહોલ સર્જાયો….

ProudOfGujarat

ઉમરપાડામાં પોસ્ટ વિભાગ દ્વારા મહિલા બચત મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!