ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્રારા ગઠિત વિધાનસભા પ્રભારીઓની નિમણૂંકના સંદર્ભે ૧૫૧, વાગરા વિધાનસભાની પ્રથમ પરિચય/ આયોજન બેઠક ભરુચ જીલ્લા ભાજપ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયાજીના અધ્યક્ષ સ્થાને આજરોજ ભરુચ ખાતે મળી હતી.
બેઠકમાં વાગરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અરુણસિંહ રણા, મહામંત્રી ફતેસિંહ ગોહિલ, વાગરા મંડળ પ્રભારી ધર્મેન્દ્રસિંહ પરમાર, વાગરા/ભરુચ મંડળના પ્રમુખ/મહામંત્રીઓ તથા વાગરા/ભરુચ તાલુકા પ્રમુખો, વિવિધ જવાબદારી સંભાળતા અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં. વંદેમાતરમ્ રાષ્ટ્રીય ગાન સહ ઉપસ્થિત સૌનો વ્યકતિગત પરિચય/ જવાબદારીથી બેઠકની શરુઆત કરવામાં આવી હતી.
જીલ્લા ભાજપ અધ્યક્ષ મારુતિસિંહે પ્રદેશ તરફથી મળેલ વિવિધ કાર્યક્રમો, થયેલ કામગીરીની સમીક્ષા, તથા આગામી દિવસોમાં આવનારી ચૂંટણીને લક્ષમાં રાખી સંગઠન/ ચૂંટાયેલ પ્રતિનિધીઓની સક્રિયતા સઘન બનાવવા હાંકલ કરી હતી.
ધારાસભ્ય અરુણસિંહ રણાએ વિકાસના કાર્યોની સાથો-સાથ સંગઠન દ્રારા આપવામાં આવેલ કાર્યક્રમ અંગે થયેલ કામગીરીની માહિતી આપી હતી.
વિધાનસભા પ્રભારી રાજેશ દેસાઈએ પક્ષની વિચારધારા, કેન્દ્ર/ રાજયનું સબળ નેતૃત્વ, વિકાસનું બહોળું ભાથુંના સથવારે પેજ સમિતિ,બુથ સમિતિ,શકિતકેન્દ્ર, વાગરા વિધાનસભા સમાવિષ્ટ તાલુકાપંચાયત, જીલ્લાપંચાયત મતવિસ્તારમાં લોકસંર્પક સઘન બનાવી મતદારોનો વિશ્વાસ સંપાદિત કરી,તેઓની વિકાસ સંદર્ભે લાગણી, માંગણી,મુંઝવણ,અપેક્ષા, અંગેનો તાગ મેળવી મદદરુપ થવાની ભાવના સાથે સક્રિયતા દાખવવા વિનંતી કરી હતી, આ કાર્યમાં પ્રભારી તરીકે તમારા કાર્યમાં સક્રીયતાથી પૂરક બનવા તત્પરતા દાખવવાની ખાત્રી આપી હતી.
બેઠક સંપન્ન થયા બાદ અગ્રણીઓ સાથે તાલુકા કક્ષાએ લોકસંપર્ક/ પ્રવાસનું આગોતરુ આયોજન ગઠિત કરવામાં આવ્યું હતું.