વાલીયા તાલુકાના વટારિયા સ્થિત યુપીએલ યુનિવર્સિટી ખાતે નવા અભ્યાસ તાલીમ વર્ગો ડેટા સાયન્સ અને આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સનો શુભારંભ સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અશોક પંજવાણી, કુલપતિ શ્રીકાંત વાઘ, ડીન ડૉ. સ્નેહલ લોખંડવાલા ઇન્ચાર્જ કુલ સચિવ ધર્મેશ પટેલ, રોટરી ક્લબ પ્રમુખ અર્પણ સુરતી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.’આત્મનિર્ભર ભારત’ ની પરીકલ્પનાને સાકાર કરવાની દિશામાં યુપીએલ યુનિવર્સિટીમાં વિવિધ ઉદ્યોગ તેમજ ટેકનોલોજી ક્ષેત્રની અભ્યાસક્રમોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આગામી શૈક્ષણિક વર્ષ દરમ્યાન યુનિવર્સિટી દ્વારા ડેટા સાયન્સ તેમજ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ સંદર્ભના અભ્યાસક્રમો અને સંલગ્ન ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત થઈ રહી છે. આ ટ્રેનિંગ ટેકનિકલ અભ્યાસક્રમો સાથે સાથે તાલીમાર્થીઓમાં વધુ જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરશે. આ ટ્રેનિંગ માટે આઇઆઇટી મદ્રાસ સાથે કરાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનિંગનો ખર્ચ આમ તો એક લાખ જેટલો થાય છે પરંતુ આ યુનિવર્સિટી દ્વારા તેમના વિદ્યાર્થીઓને પાંચ હજાર રૂપિયામાં શીખવવામાં આવશે. બાકીની રકમ સ્કોલરશીપ ધોરણે યુપીએલ ગૃપ દ્વારા કરવામાં આવશે. આ યુનિવર્સિટી દ્વારા આ ઉપરાંત એમ.એસ સી.અને એમ. ઇ.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પણ આ ટ્રેનિંગનો લાભ આપવામાં આવશે.
યુપીએલ યુનિવર્સિટી ખાતે નવા અભ્યાસ તાલીમ વર્ગો ડેટા સાયન્સ અને આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સનો શુભારંભ કરાયો.
Advertisement