અષાઢી બીજના મહાપર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રામાં પરિણામલક્ષી ફરજ બજાવવા બદલ પોલીસ સ્ટાફને શુભકામના સહ અભિનંદન પાઠવતા જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટિલ.
કોરોના મહામારી બાદ બે વર્ષે ભરૂચની ધરા પરથી જગન્નાથની સવારી નીકળવાની હતી. આ જગન્નાથની યાત્રા દરમિયાન ભરૂચના અમુક સંવેદનશીલ વિસ્તારોમાંથી કાંકરીચાળો પણ ભૂતકાળમાં જોવા મળ્યો છે. અષાઢી બીજાની પૂર્વ સંધ્યાએ મેધરાજાએ પણ પધરામણી કરી હતી અને શ્રધ્ધાળુઓમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રાને અનુલક્ષીને ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટિલ દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લાને અને ખાસ કરીને જે રૂટ પરથી જગન્નાથ યાત્રા પસાર થવાની હતી તે માર્ગો પર આગોતરા આયોજન મુજબ કડક અને ચુસ્ત બંદોબસ્ત સાથે ડ્રોન કેમેરા, બોડી કેમેરા તથા સીસીટીવી ની નજર હેઠળ તમામ વિસ્તાર કોર્ડન કરવામાં આવેલ હતો. શ્રધ્ધાળુઓ હર્ષો ઉલ્લાસથી નિર્ભિક રીતે ભગવાન જગન્નાથની સવારીમાં સામેલ થાય તે હેતુથી આ મોટા પર્વમાં જિલ્લાના અને બહારના જિલ્લામાંથી આવેલ પોલીસ સ્ટાફના અધિકારીઓ જેમાં એ.એસ.પી. ભરૂચ, ડી.વાય.એસ.પી, પી.આઈ, પી.એસ.આઇ., એ.એસ.આઈ., એચ.સી., પોલીસ કોન્સટેબલ અને હોમગાર્ડસના જવાનો ખડેપગે પરિસ્થિતી પર ચાંપતી નજર રાખી હતી. નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવવા અને પરિણામલક્ષી ફરજ પૂર્ણ કરવા બદલ ભરૂચના નવનિયુકત એસ.પી.ડૉ.લીના પાટિલ દ્વારા તમામ પોલીસ સ્ટાફને શુભકામના સહ અભિનંદન પાઠવવામાં આવેલ છે.