Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાનાં કાસવા સમની ગામે નજીવી બાબતે ઝઘડો થતાં સામસામી પોલીસ ફરિયાદ.

Share

ભરૂચ તાલુકાનાં કાસવા સમની ગામે વસાવા ફળિયામાં રહેતા વિજયભાઈ ભીખાભાઇ વસાવા ઉં.વ.45 પોતાના ઓટલા ઉપર વિમલમાં તમાકુ ભેગી કરી રહ્યા હતા ત્યારે તેઓની સામે રહેતા સુરેશભાઇ વસંતભાઈ વસાવા પીધેલી હાલતમાં આવી ગમેતેમ ગાળો બોલી ઝપાઝપી કરી હતી. તે દરમિયાન સુરેશભાઈની પત્ની તેનો ભાણિયો અરુણ નાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી ફરિયાદી તથા તેના ઘરનાઓ ઉપર લાકડી તથા કુહાડી જેવા મારક હથિયારોથી હુમલો કરતાં ઘવાયેલા ફરિયાદીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી ફરિયાદમાં મંજુબેન વસંતભાઇ વસાવાએ ક્રોસ ફરિયાદ કરતાં તેઓના પતિ ઉપર કૈલાસબેને એઠવાડ નાંખતા તેને કહેવા જતાં ઉશ્કેરાયેલા કનાભાઇ, વિજયભાઈ વસાવા તથા કૈલાસબેન વિજયભાઇ નાઓએ કુહાડી/લાકડી જેવા મારક હથિયારોથી હુમલો કરતાં ઘાયલ થયેલાઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંનને પક્ષની ફરિયાદ લઈ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં એકબીજાની સામે આઈ.પી.સી ની કલમ 323,504,506,(2) 114 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : તિલકવાડાના સાવલી ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનનાં ઉપક્રમે કોરોના વેક્સિન જાગૃતિ અંગે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

નડિયાદના ચકલાસીમાં ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!