રાજસ્થાનનાં ઉદયપુરમાં કનૈયાલાલની જેહાદીઓ દ્વારા કરાયેલ ક્રૂર હત્યાના વિરોધમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગ દળના કાર્યકરોએ રાજસ્થાન સરકાર અને મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુરમાં જેહાદીઓ દ્વારા જે રીતે કનૈયાલાલની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગ દળ દ્વારા રાજસ્થાન સરકાર અને મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી હત્યારાઓને ફાસ્ટ કોર્ટ લગાવી તાત્કાલિક ફાંસીની માંગ કરેલ છે એટલું જ નહીં રાજસ્થાનમાં જેહાદીઓનું પાકિસ્તાન સાથેનું પગેરું શોધી આતંકવાદીઓને પનાહ આપનારને શોધી તેઓને પણ ફાંસી આપવાની માંગ કરેલ છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈસ્લામિક જેહાદી આતંકવાદ વિરુદ્ધ ઇઝરાયલની જેમ યુદ્ધ કરવું જોઈએ અને મદ્રેસાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.