ભરૂચ જિલ્લામાં આજે સતત બીજા દિવસે સવારના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો, ભરૂચ શહેરમાં પણ ધીમીધારે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી,સાથે જ કેટલાક સ્થળે માર્ગો પર પણ પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
અંકલેશ્વરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો, જેના પગલે અંકલેશ્વર વાલિયા રોડ પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી, જાહેર માર્ગ વચ્ચે જ વૃક્ષ પડતા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જોકે તંત્રના કર્મીઓએ સ્થળ પર પહોંચી વૃક્ષને કાપી માર્ગ ખુલ્લો કરવાની કવાયત હાથ ધરી હતી, આમ ભરૂચ જિલ્લામાં સવારે વરસાદી માહોલ બાદ બપોર સુધી વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
Advertisement
હારુન પટેલ : ભરૂચ