ભરૂચ એ.બી.સી ચોકડી નજીક આવેલ પીઝા હટના પીઝામાંથી કાચનો ટુકડો નીકળવાની ઘટના બનતા ગ્રાહકની ફરીયાદના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નમુના લઈ તપાસ હાથધરી છે.
મંગળવારે સાંજે બનેલ આ ઘટનામાં અમદાવાદથી મિત્રને ભરૂચ મળવા આવેલ ગ્રાહક અતુલભાઇએ મિત્ર મનોજ્ભાઇને આવવાની વાર હોય પીઝા હટમાં બેસી રૂપિયા ચુકવી પીઝાનો ઓર્ડર આપ્યો હતો. જે પીઝા ટેબલ ઉપર સર્વ થતાં અતુલભાઇએ પીઝાનો એક ટુકડો ખાતા તેમના પીઝામાં કાચની ડીસનો તુકડો નીકળ્યો હતો. જેના કારણે તેમને મોઢામાંથી લોહી પણ નીકળ્યું હતું. આ મામલે ગ્રાહક અતુલભાઇએ પીઝા હટના મેનેજરને ફરીયાદ કરી તેમનું કિચન જોવા કહેતા મેનેજર ના કહેતા ગ્રાહક અતુલભાઇએ આ સમગ્ર મામલે પીઝા હટની મુખ્ય ઓફીસે ફરીયાદ કરવા સાથે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ભરૂચને ફરિયાદ કરી છે.
આ ફરીયાદ થતાં જ ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારરી આશિષ વલવીના માર્ગદર્શન મુજબ તેમની ટીમ દ્વારા બુધવારે પીઝા હટ ઉપર જઈ ડીલેવરી બંધ રખાવી ત્યાં બનતા પીઝાના સેમ્પલો લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ : પીઝા હટના પીઝામાં કાચ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથધરી.
Advertisement