ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં ટુંડજ ગામે રહેતા રોહિત સમાજના ઈસમ નામે સુરેશભાઇ ડાહ્યાભાઇ વાઘેલા અગાઉ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. તેની રીસ રાખી ગામના પાંચથી છ જેટલા ઇસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી સુરેશભાઇને મારક હથિયારો સાથે હુમલો કરી જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સુરેશભાઇ એ કાવી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા આઈ.પી.સી કલમો તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે અંગેનું આવેદનપત્ર ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું છે. ગુનેગારોને દાખલારૂપ સજા થાય તે માટે તેમજ ફરિયાદીને પોલીસ રક્ષણ આપવા આવેદનમાં જણાવેલ છે.
Advertisement