Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત એન્જીનીયરીંગ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

Share

ભરૂચની એન્જીનીયરીંગ કોલેજ ખાતે ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો.
પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટના નેતૃત્વ હેઠળ ગુજરાતભરમાં એક સપ્તાહ સુધી બલિદાન દિવસ મનાવાઈ રહ્યો છે. જેમાં રાજ્યના ૫૭૯ મંડળમાં રક્તદાન કેમ્પ યોજી ૫૧ હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો નીર્ધાર છે. જે રક્તને જરૂરિયાતમંદ દર્દીઓ અને સગર્ભાઓને ઉપયોગી થઈ શકશે તેવો આશ્રય છે. ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ ૩૦ જૂન સુધી રક્તદાન શિબિરો આયોજિત કરવામાં આવી છે. ત્યારે ભરૂચ જીલ્લામાં પણ ૭ મંડળોમાં રક્તદાન કેમ્પ યોજાયા બાદ ૮ મો રક્તદાન કેમ્પ ભરૂચ તાલુકા દ્વારા ભરૂચની ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે ભરૂચ ભાજપ જીલ્લા મહામંત્રી નિરલ પટેલની આગેવાનીમાં દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો અને સાથે સાથે રમતગમતને પણ પ્રાધન્ય આપવા માટે ડોનેશન રીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

રક્તદાન શિબિરની સાથે સાથે ભરૂચ જીલ્લાનું ગૌરવ કહી શકાય એવા છેલ્લા ત્રણ વર્ષથી રાયફલ શૂટિંગમાં નેશનલ સહિત સ્ટેટ લેવલમાં સારું પ્રદર્શન કરનાર અને વિવિધ સ્ટેટ ચેમ્પયનશિપ, વેસ્ટ ઝોન અને નેશનલમાં ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોંઝ મેડલ મેળવનાર ખુશી ચુડાસમા તેમજ કોરોના કાળમાં ૫૦ થી વધુ વિદ્યાર્થીઓને ફ્રી માં સાયન્સનું ભણતર આપવા સાથે ૧૦ વિદ્યાર્થીઓની ખર્ચ પણ ઉઠવ્યો હતો અને હાલમાં મેકેનિકલમાં પીએચડી કરનાર સાગર શેલાટ સહિત ભરૂચના સાયકલિસ્ટ કે જેઓ રોજના ૩૦ થી ૩૫ કિલો મીટર જેટલું સાયકલિંગ કરે છે અને નિયમિત રક્તદાન કરે છે તેમજ ૨૦૯ કિલોમીટરની બીઆરએમ સાયકલ રાઈડ દ્વારા પૂર્ણ કરેલ શ્વેતા વ્યાસનું આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં ભરૂચ ભાજપ ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, યુવા જીલ્લા પ્રમુખ ઋષભ પટેલ, મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણા અને શક્તિસિંહ ગોહિલ, યુવા મોરચાના જીલ્લા મિડિયા કન્વીનર વિરલ રાણા, તાલુકા પ્રમુખ જયદેવ પટેલ, તાલુકા મહામંત્રી દક્ષ પંડ્યા, તાલુકા પ્રભારી પવિત્ર બિશ્વાલ તેમજ જીલ્લા અને તાલુકા યુવા મોરચાની ટીમના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતમાં મહિલા કોર્પોરેટર દ્વારા એક લાખ રૂપિયાની માંગણીમાં ધણા ભેદ બહાર આવી રહ્યા છે પતિ સાથે મળી મહિલા કોર્પોરેટર અરજીઓ કરી રૂપિયાનો તોડ કરતી હોવાની ચર્ચા શહેરમાં શરૂ થઈ છે.

ProudOfGujarat

જી.યુ.વી.એન.એલ, ગોત્રી પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને છોટાઉદેપુર એલ.સી.બી. એ ઝડપી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ પાસે ઝાડીઓમાં ફાંસો ખાધેલી હાલતમાં પુરુષનો મૃતદેહ મળતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!