ભૂતકાળની ભુલાયેલી અને રાજકીયા નેતાઓનું વર્ચસ્વ જાળવી રાખનારી વિવિધ કંપનીઓની મોટરકારો વચ્ચે પોતાનું આગવું આકર્ષણ દ્રશ્યમાન થાય છે.
એક દાયકો એવો હતો કે એમ્બેસેડર કાર રાજકીય નેતાઓના વર્ચસ્વ અને પ્રતિષ્ઠાની ચાડી ખાતી હતી. ઇ.સ. 1970 થી લગભગ 1985 સુધી આ એમ્બેસેડર કાર સરકારી ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન રાજકીય નેતાઓની આન-બાન અને શાન હતી. જુના જમાનાનાં લોકો જયારે આ એમ્બેસેડર મોટી કારને જુએ છે તો પોતાના ચહિતા રાજકીય નેતાઓને યાદ કરવાનું ભૂલતા નથી. આપના દેશના જે-તે સમયના વડાપ્રધાન 35 જેટલી બ્લેક એમ્બેસેડર કારના કાફલા સાથે નીકળતા તો આકર્ષણનું કેન્દ્ર બનતા. આજે ભૂતકાળની ભુલાયેલી આ એમ્બેસેડર મોટર કાર ગેરેજોમાં ધૂળ ખાતી નજરે પડે છે, છતાં વિવિધ કંપનીઓની મોટરકારોની વચ્ચે એક અલગ ઓળખ સાથે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ તસવીરમાં આ પ્રકારની એમ્બેસેડર મોટર કાર દ્રશ્યમાન થાય છે.
અનવર મન્સૂરી