ગુજરાત કક્ષાએથી યુવાન અને યુવતીઓ દ્વારા મિસ્ટર ગુજરાત અને મિસીસ ગુજરાત 2022 ના એવોર્ડ માટે વડોદરામાં રેમ્પ વોક યોજવામાં આવેલ હતો.
સમગ્ર ગુજરાતમાંથી અસંખ્ય યુવાન યુવતીઓએ ભાગ લીધેલ હતો. જેમાં ભરૂચના યામિન અન્સારી રેમ્પ વોકમાં પ્રથમ આવેલ હતા અને મિસ્ટર ગુજરાત 2022 નું બિરુદ ઝડપી એવોર્ડ મેળવ્યો છે. યામિન અન્સારી સાથે ટેલિફોનિક વાતચીત થતાં તેઓએ જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં મિસટર ઈન્ડિયા માટે પાર્ટીશિપેટ કરશે. આ પહેલા તેઓ મિસ્ટર ભરૂચનો એવોર્ડ પણ જીતી ચૂકયા છે. સમગ્ર ભરૂચ જિલ્લાની પ્રજાવતી મિસ્ટર યામિન અન્સારીને શુભેચ્છાઓ પાઠવવામા આવી.
Advertisement