ભરૂચના આંબેડકર ભવન ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા પરંપરાગત વસ્ત્ર પરિધાન ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સ્પર્ધકોના પરિધાનમાં ભારતના વિવિધ રાજ્યોની ઝાંખી જોવા મળી હતી.
ભારતીય સંસ્કૃતિમાં નારી માટે વસ્ત્ર અને શૃંગારનું ઘણુ મહત્વ રહ્યું છે. નારીની સુંદરતા ભારતીય વસ્ત્રોમાં નિખરી ઉઠે છે. આ ફેશન શો માં ભરૂચ જિલ્લાની ૮૦ થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ રાજ્યોમાં પહેરાતા પરંપરાગત વસ્ત્રો પહેરીને રેમ્પ વોક કર્યું હતુ.
સ્પર્ધાના બીજા રાઉન્ડમાં સ્પર્ધકોએ પોતાનો પરિચય આપી જજ દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબો આપવાના હતા. તેમાં તેમનું નોલેજ અને કોન્ફીડન્સ ચેક કરવામાં આવ્યો હતો. જેમાં નિર્ણાયક તરીકે મિસ વડોદરા બનેલ સપના નકુમ તથા ભરૂચના ડાન્સિગ સ્ટાર પાર્થ નિઝામા એ જજ તરીકેની સેવા આપી હતી. પરંપરાગત વસ્ત્ર પરિધાન ફેશન શો ના આયોજક તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશ પટેલ અને હેમાબેન પટેલ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના સેવાકીય કાર્યોનો પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે જન શિક્ષણ સંસ્થાન ભરૂચના ડાયરેક્ટર ઝયનુલ આબેદીન સૈયદ સાહેબ હાજર રહી વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનુરાગ દુબે તથા તેમની ટીમ આ પ્રસંગે હાજર રહી હતી. અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા સ્કૂલ ના મનો દિવ્યાંગ બાળકો દ્વારા ખુબ સુંદર કૃતિ રજુ કરી સંસ્કૃતિ ટ્રસ્ટ ના બહેનો સાથે રેમ્પ વોક કરી દર્શકોના દિલ જીતી લીધા હતા.
ભરૂચનાં આંબેડકર ભવન ખાતે પરંપરાગત વસ્ત્ર પરિધાન ફેશન શો યોજાયો.
Advertisement