ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઇ શકે છે, તેવામાં હવે સત્તા પક્ષ ભાજપને ઘેરવા માટે કોંગ્રેસે પણ રણનીતિ ઘઢી કાઢી હોય તેમ લાગી રહ્યું છે, વર્તમાન મોદી સરકારની નીતિઓ સામે હવે કોંગ્રેસ આક્રમક બની છે, તેમજ સરકાર પ્રજા વિરોધી અને સરમુખત્યારશાહી વલણ અપનાવતી હોવાના આક્ષેપ કરી મોદી સરકારને ઘેરી છે.
આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યલય ખાતેથી કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી કોંગ્રેસ કાર્યાલયથી સ્ટેશન સર્કલ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્ટેશન સર્કલ પાસે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક ધરણા યોજી વર્તમાન કેન્દ્ર સરકાર પ્રજાને વીજળી, મોંઘવારી, બેરોજગારી સહિત અગ્નિપથ જેવી યોજનાનો વિરોધ કરી કેન્દ્ર સરકાર પ્રજા વિરોધી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ દ્વારા યોજાયેલ વિરોધ પ્રદશનમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વીક્કી શોખી, યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલ, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, શહેર કોંગ્રેસના અગ્રણી દિનેશભાઇ અડવાણી સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હારુન પટેલ : ભરૂચ