ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી નશનો વેપલો કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી જિલ્લામાં વિવિધ સ્થળેથી મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે અનેક બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી લાખો ઉપરાંતનો મુદ્દામાલ અત્યાર સુધી પોલીસ વિભાગે કબ્જે કર્યો છે, છતાં જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો સુધરવાનું નામ ન લઇ રહ્યા હોય તેમ દિન પ્રતિદિન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી બુટલેગરો ઝડપાઇ રહ્યા છે.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં અંબિકાનગર સોસાયટી ખાતેના રહેણાંક મકાનમાં નશાના વેપલાની દુકાન ખોલી બેસેલ બુટલેગરને શહેર એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો હતો, પોલીસના દરોડામાં જીજ્ઞેશ ઉર્ફે સચિન સુરેશભાઈ છત્રીવાલા રહે,સી,૨૦ અંબિકા નગર સોસાયટી શક્તિનાથ ભરૂચ નાઓને ભારતીય બનાવટના વિદેશી શરાબની જુદા જુદા બ્રાન્ડની બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ ૫૭,૧૦૯ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોમાં વધુ એકવાર ફફડાટ છવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવા પોલીસ વડા ડો.લીના પાટિલે ભરૂચ ખાતે પોતાના કાર્યભાર સંભાળ્યાના શરૂઆતી તબક્કામાં બુટલેગરો સામે સતત લાલઆંખ કરી હતી જિલ્લામાં વિવિધ સ્થળે ચેક પોસ્ટ ઉભી કરી હતી છતાં ભરૂચ જિલ્લામાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પહોંચી રહ્યો છે અને બુટલેગરો બિન્દાસ અંદાજમાં રહેણાંક મકાનો અથવા જે તે સ્થળે લોકોને વેચી રહ્યા છે, ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લાવવાની હિંમત ક્યાં તત્વો કરી રહ્યા છે,? શુ એસ.પી ડો.લીના પાટીલનો ખૌફ ધીમીધીમે બુટલેગરોમાં ઘટી રહ્યો છે,? ભરૂચ શહેર અને જિલ્લામાં જથ્થો લાવી બુટલેગરો સુધી પહોંચાડનાર કોણ છે ? વિવિધ સ્થળેથી ઝડપતા બુટલેગરો નશાના વેપલાના પોતાના આકાના નામ સ્થાનિક પોલીસને નથી આપી રહ્યા કે પછી સબ ચાલતા હૈ કાગળ પર કામ પણ અને શહેરમાં બુટલેગરોના નામ પણ આવી નીતિથી પોલીસના દરોડા પડી રહ્યા છે તેવા અનેક સવાલો વધુ એકવાર સક્રિય થયેલા બુટલેગરોના કારનામાંઓ ઉપરથી કહી શકાય તેમ છે.
ભરૂચ શહેરમાં લાવી વિવિધ સ્થળે બુટલેગરો સુધી પહોંચતો દારૂનો જથ્થો શહેરના દાંડીયા બજાર વિસ્તાર તરફથી વહેલી સવારે નીકળીને જે તે સ્થળના બુટલેગરોને પહોંચતું થતું હોવાની ચર્ચાઓ સામે આવી છે, સાથે જ બુટલેગરો સુધી પહોંચતું કરવામાં પણ કોઈક નવો જ વ્યક્તિ સક્રિય થયો છે ત્યાં સુધીની વાતો લોકો વચ્ચેથી મળી રહી છે, ત્યારે આશા રાખીએ કે હવે આ પ્રકારના નશાનો વેપલો કરતા તત્વો ઉપર પણ પોલીસ નજર રાખી કાયદાના પાઠ ભણાવશે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
હારુન પટેલ : ભરૂચ