Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે “ સખીમેળો” તેમજ “ વંદે ગુજરાત” પ્રદર્શન યોજાશે.

Share

રાજય સરકારના શાસનને ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજયની બહેનો અને એમાંય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતી બહેનો સ્વ-વ્યવસાયથી આર્થિક રીતે પગભર થાય તેવા શુભ આશયથી ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે આગામી તારીખઃ આગામી ૨૮ જૂનથી ૪ થી જુલાઇ સુધી હોસ્ટેલ ગ્રાઉન્ડ- ભરૂચ ખાતે “ સખીમેળો” તેમજ “ વંદે ગુજરાત” પ્રદર્શન યોજાનાર છે. આ મેળામાં કુલ ૫૦ સ્ટોલ રાખવામાં આવનાર છે. ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉધોગ કેન્દ્ર અને હસ્તકલા વિભાગમાં નોંધાયેલ સ્વ.સહાય જૂથ અને કારીગરો ભાગ લેશે. આ સ્વ.સહાય જૂથો દ્વારા ઉત્પાદિત થયેલ વસ્તુઓ જેવી કે રમકડાં, ભરતગૂંથણ, ઝુલા, તોરણ, હેન્ડીક્રાફટની વસ્તુઓ, બાંધણી, માટીકામની વસ્તુઓ, પર્સ, હેન્ડલુમ, હર્બલ પ્રોડકટસનું વેચાણ આ સ્ટોલમાંથી કરવામાં આવનાર છે જે ચીજ વસ્તુઓ નાગરિકોને જોવા અને ખરીદવા મળશે. ભરૂચની સાથે સાથે અન્ય જિલ્લા જેવા કે અમદાવાદ, પોરબંદર, સુરત, વડોદરા, નવસારી, વલસાડ જિલ્લાના સખીમંડળોના બહેનો દ્વારા સ્વ ઉત્પાદિત કરવામાં આવતી ચીજવસ્તુઓના પ્રદર્શન તેમજ ખરીદવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી ભરૂચની જાહેરજનતાને મેળાનો વધુમાં વધુ લાભ લેવા અને રૂબરૂ મુલાકાત માટે એક અખબારી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા : મોંઘવારીના વિરોધમાં સાગબારા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : ભાજપના રાજમાં લોકો ત્રાહિમામના સુત્રોચ્ચાર સાથે સાગબારામા રેલી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચની જુમ્મા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે ધ્વજ વંદન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા સુગરની ચૂંટણી ટાણે ગામડાઓમાં ધમધમાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!