ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં સિલુડી પ્રા.શાળા, ડુંગરી પ્રા.શાળા, કોંઢ પ્રા.શાળા મુકામે ” કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ” કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શાળામાં પહેલું પગથિયુ ચડતા બાળકોને વિદ્યાના પાઠ ભણાવતા પહેલા ભણવા પ્રત્યેનો ઉમંગ જગાડવા મંત્રીએ દફતર અને પાઠ્યપુસ્તકો આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ 2022-23 કન્યા કેળવણી રથયાત્રા અને પ્રવેશોત્સવ થકી બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યા છે.શાળા પ્રવેશ દરમિયાન બાળકોના ભવિષ્યની શુભકામનાઓ પાઠવીએ છીએ ભૂતકાળમાં બાળકોને મૂકવા જતા ત્યારે રહેતા નહીં આજે તેમનો ઉત્સાહ વધારવા અહીં ભેટ મળતા બાળકો હોશે હોશે આવી રહ્યા છે. અત્યારે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ થકી પ્રેમ અને લાગણી સભર વાતાવરણ બન્યું છે જેથી બાળકો શાળાએ આવતા ગભરાતા નથી ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે.દરેક સરકારી શાળાઓ હવે મોડર્ન અને સુવિધાઓ યુક્ત બની ગઈ છે.
આ કાર્યક્રમની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખ સેવન્તુભાઈ કે. વસાવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશભાઇ વસાવા, તાલુકા પંચાયત સભ્ય (દંડક) સુકવંતાબેન એસ.વસાવા, તાલુકા પંચાયત સભ્ય (સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ) ભગવતીબેન કનુભાઇ વસાવા, તાલુકા પંચાયત સભ્ય ઇલ્યાસભાઇ કડીવાલા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા, જિલ્લા ભા.જ.પા માજી પ્રમુખ બળવંતસિંહ ગોહિલ, તાલુકા સંગઠન પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી રામસિંગભાઇ વસાવા તાલુકા યુવા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ ભરથાણીયા, અનુ.જાતિ મોરચા પ્રમુખ સોમાભાઈ વસાવા, પ્રદેશ અનુ.જાતિ મંત્રી શાંતિલાલભાઇ વસાવા, જિલ્લા ઉપપ્રમુખ કિરણભાઈ વસાવા, માજી તાલુકા પંચાયત સભ્ય હેમંતકુમાર બી.વસાવા સક્રિય કાર્યકર્તાઓ સતીષભાઇ કે.વસાવા, જિગરભાઈ એસ.વસાવા, પ્રવિણસિંહ પાટણવાડીયા, લતિફભાઇ કડીવાલા, કમલેશભાઈ વસાવા, કનુભાઈ વસાવા અને સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.