Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને હાઇ કમાન્ડ દ્વારા રિપીટ કરાયા.

Share

ચાલુ વર્ષના અંત સુધીના આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે. ભાજપ,કોંગ્રેસ સહિતના પક્ષ પોતાના સંગઠનને મજબૂત કરવાના કામે લાગી ગયા છે, સંગઠન મજબૂત થાય અને ચૂંટણીઓમાં સફળતાપૂર્વકની કામગીરી થાય તેવા ઉદ્દેશ સાથે પાર્ટીમાં હોદ્દેદારોથી લઈ વિવિધ સમિતિઓની જવાબદારીઓ વર્તમાન સમયમાં જે તે જિલ્લામાં સોંપવામાં આવી રહી છે, તેવા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખોને હાઇ કમાન્ડ દ્વારા રિપીટ કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે પરિમલસિંહ રણાને યથાવત રખાયા છે તો શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે તેજપ્રીત શોખી ઉર્ફે વિક્કી શોખીને આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સંગઠન દ્વારા રિપીટ કરવામાં આવ્યા છે, ગત રાત્રિના સમયે કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા લેટર જાહેર કરી ગુજરાતના વિવિધ જિલ્લામાં પ્રમુખની નિમણુંક કરી હતી જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના બંને પ્રમુખોને રિપીટ કરવામાં આવતા તેઓના સામર્થકોએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામમાં ગાંજાનું વાવેતર ઝડપાયું 1.82 લાખના ગાંજા સાથે એકની ધરપકડ

ProudOfGujarat

નડિયાદ સંતરામ મંદિરમાં માઘ પૂનમે સંતરામ મહારાજ સમાધિ મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સાઈ સિંજીની એકેડમી દ્વારા ચિત્રકાર પ્રદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ “કથા રંગ” યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!