ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં અનેક સ્થળે ચોરીઓની ઘટના સામે આવી રહી છે, ભરૂચ અને અંકલેશ્વરમાં જાણે કે તસ્કરો બેખોફ બની ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, થોડા દિવસો પૂર્વે મકતમપુર વિસ્તારમાં એક મકાનમાંથી એક કરોડ ઉપરાંતની ચોરીની ઘટનાનું પગેરું હજુ સુધી પોલીસ શોધી શકી નથી તેવામાં તો શહેરના વચ્ચે જ આવેલ ભૃગુ મંઝિલ શોપિંગની એક સાથે ચાર દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ફફડાટ છવાયો છે.
ભરૂચ સ્ટેશન રોડ ઉપર આવેલ ભૃગુમંઝીલ શોપીંગ સેન્ટરની ૪ દુકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપતા આસપાસના દુકાનદારો સહિત વિસ્તારમાં તસ્કરોનો આતંક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું, તસ્કરોએ એક સાથે ૪ જેટલી દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયાની પોલીસને જાણ કરાતા જ એ ડિવિઝન પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને ચોરીને અંજામ આપતા તસ્કરો ના સી.સી.ટી.વી ફૂટેજ મળતા તેના આધારે તસ્કરોનું પગેરૂ શોધવા કવાયત હાથધરી છે. જોકે હાલમાં ચારેય દુકાનો માંથી કેટલાની ચોરી થઈ તે વિગતો સામે આવી શકી નથી..!!
હારુન પટેલ : ભરૂચ