Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન યાકુબ ગુરજીએ આપ્યું નારાજગી સાથે રાજીનામું !

Share

ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન, તેમજ કોંગ્રેસ ના સક્રિય સભ્ય યાકુબ ગુરજીએ આજે નારાજગી સાથે પોતાનું રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

યાકુબ ગુરજીએ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલભાઈ આંબલીયને પ્રદેશ કાર્યાલય ખાતે પોતાની નારાજગી સાથે આપેલ રાજીનામામાં પોતાની વ્યથા જણાવતા લખ્યું છે કે, ભરૂચ જીલ્લાના સંગઠનમાં કેટલાક વર્ષોથી કમલ છાપ કોંગ્રેસીઓનો વહિવટ છે ખુદ જીલ્લા પ્રમુખે છેલ્લા એક વર્ષમાં પક્ષની વિચારધારા વિરૂદ્ધ અનેક કૃત્યો જાહેરમાં કરેલ છે તેમજ ભાજપને ફાયદો પહોંચાડવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના પ્રમાણિક અને જનાધાર ધરાવનાર આગેવાનોને પક્ષથી વિમુખ કર્યાં છે.

જીલ્લામાં ત્રણ વર્ષમાં કોંગ્રેસ ખૂબ જ નબળી બની છે અને ચાલુ પ્રમુખને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રદેશ પ્રમુખના આદેશની અવગણના બદલ નોટીસ પણ પાઠવેલ છે. ત્યારે આવા પ્રમુખ સાથે કામ કરવું અસહ્ય હોય તે બાબતની રજૂઆત પાર્ટી પ્રોટોકોલમાં રહી જીલ્લા પ્રભારીથી લઈને પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ સુધી વારંવાર કરી હોય તેમ છતાં પ્રદેશ કક્ષાએથી પ્રમુખને બદલવાની જગ્યાએ જીલ્લા પ્રમુખ તરીકે ચાલુ રાખવાની જાહેરાત કરેલ છે જેનાથી આહટ થઈ રાજીનામું આપું છું.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

કરજણ તાલુકાનાં પત્રકારો દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે “આયુષ્માન ભવઃ” કેમ્પેઇનનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વડોદરા : ઘરફોડ ચોરીના કુખ્યાત સિકલીગર ગેંગના એક શખ્સને ઝડપી લઈ 11 ગુનાઓ ડિટેકટ કરતી વડોદરા ગ્રામ્ય પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!