Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રોટરી કલબ ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ મનાવાયો.

Share

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી કલબ ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અને 25 જૂને ઇન્દિરા ગાંધીએ દેશમાં લાદેલી કટોકટીના ડંખને ઉજાગર કરવા કાર્યક્રમ યોજાયો હતો.

ડો. શ્યામા પ્રસાદ મુખર્જી પુણ્ય સ્મરણ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ મંત્રી નાનુ વાનાણીએ આગેવાનો અને કાર્યકરોનું જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે ભાજપની લોકસભામાં માત્ર બે જ બેઠકો હતી. કોઈ ગામમાં પાણીનો લોટો આપવા પણ કાર્યકરોને કોઈ તૈયાર ન હતું.

આજે ભાજપ પંચાયતથી પાર્લામેન્ટ સુધી વિકાસના આયામો સર કરી છે. જોકે આપણે સાંસ્કૃતિક રીતે સર્વગ્રાહી વિકાસ કરી શક્યા નથી. પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે, તે સાચા હતા કે ખોટા આપણે સૌ જાણીએ છીએ. પણ શું આપણે કઈ કરી શકીયા. હવે આપણે સર્વગ્રાહી સાંસ્કૃતિક વિકાસ કરવાનો છે.

જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયાએ જણાવ્યું હતું કે, બે બેઠકોથી આજે આપણે ભારતમાં અને વિશ્વમાં પણ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છીએ.વર્ષ 1975 માં કોંગ્રેસે નાખેલી કટોકટીનો ડંખ આપણે કઈ રીતે ભૂલી શકીએ.

Advertisement

સત્તાની રીતે ભારતીય જનતા પાર્ટી દેશમાં પ્રચાર-પ્રસાર સહિતનું પ્રભુત્વ ધરાવે છે પણ પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્રે આપણે વિકાસ હાંસલ કરવાનો છે.

કાર્યક્રમમાં મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, મંત્રી નિશાંત મોદી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ખુમાનસિંહ વાસિયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ : પ્રેમમાં નાસીપાસ થયેલ દીકરીને અભયમ મહિલા ટીમે સહી સલામત પરિવારને સોંપી.

ProudOfGujarat

આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે સાબરમતીથી નીકળી દાંડીયાત્રા ભરૂચ શહેરમાં પ્રવેશી.

ProudOfGujarat

ભારત બંધને પગલે કરજણમાં કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!