ભરુચ,
ભરુચ શહેરના એક મેડીકલ સ્ટોરના કેમીસ્ટે ડોકટર દ્રારા લખેલી દવા ન આપતા તેના બદલે અન્ય દવા અને તે પણ એક્સપાયરી ડેટ વટાવી ગયેલી દવાઓ આપતા એક નાના ત્રણ વર્ષના બાળકની હાલત બગડી જવાને કારણે
તેની આડ અસર થઇ હતી તેના કારણે બાળકના પિતાએ આ રીતે એક્સપાઈરી ડેટ વગરની દવાઓ વેચનારા કેમિસ્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઓષધ નિયમન તંત્રને લેખીતમા રજુઆત કરવામા આવી છે.અને કડક પગલા લેવાની માંગ કરવામા આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ભરુચના એક રહીશ નો ત્રણ વર્ષ નો પુત્ર બિમાર હોવાના કારણે ડોકટર કોલીન ચેઈન (ખૂશ્બુ ચિલ્ડ્રન હોસ્પિટલ )દ્રારા લખી આપવામા આવી હતી આથી બુરહાની કેમીસ્ટ શાલીમાર શોપિંગ સેન્ટર,ના ફાર્માસિસ્ટ પાસેથી દવા લીધી હતી.જોકે ડોકટરે લખી આપવામા આવેલી દવાની સામે એક્ષપાયરી ડેટ વગરની દવા આપી હતી.અને તે અરજદારના દિકરાને આપતા આડઅસર થઈ ગઇ હતી.જેથી ડોકટરને બતાવ્યુ હતુ.જેની એક્ષપાયરી ડેટ ૨૦૧૭ હતી.જેની ચાર ગોળીની કીમંત૧૨૫ રુ હતી તેથી તે ગોળી પાછી લઈ હતી પણાઅમને બીલ આપ્યુ નથી.જે દવા હતી તે અંગે ડોકટરે પણ અભિપ્રાય લખી આપ્યો હતો.વધુમા આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતું કે આ કેમિસ્ટ સ્ટોર સામે પગલા ભરવાની માંગ કરી લેખિત રજુઆત મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઓષધ નિયમન તંત્ર (ભરુચ)ને લેખીતમા રજુઆત કરવામા આવી છે.અત્રે નોંધનીય છેકે ભરુચ શહેરમાં મોટી સંખ્યામાં કેમીસ્ટો દવાની દુકાનો ધરાવે છે.અને તેનુ ડોકટરના પ્રિસ્પીકશન પ્રમાણે વેચાણ કરવાનુ છે.અને કેમિસ્ટે એ પણ ધ્યાનમા રાખવાનુ હોય છે.ત્યારે આ રીતે કોઈ કેમિસ્ટ એક્ષપાયરી ડેટવાળી દવા આપી દે અને કેમિસ્ટને ખબર જના પડે તે યોગ્ય નથી.કે પછી કેમિસ્ટ વધુ નફો કમાઇ લેવાની લાલચમાં આવી એક્ષપાયરી ડેટ વાળી દવાઓનુ વેચાણ તો નથી કરી રહ્યા? તેવા સવાલો પણ આમ જનતામા ઉભા થાય છે.ત્યારે હવે જવાબદારતંત્ર દ્રારા ભરુચ શહેરમા આવેલા કેમિસ્ટોને ત્યા તપાસ પણ હાથ ધરવી જોઈએ.