Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં સરકારી મીની એસ.ટી બસ અને ખાનગી કંપનીની લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આજે વહેલી સવારે દહેજ બાયપાસ ચોકડી તરફથી મુસાફરો ભરીને ભરૂચ તરફ આવી રહેલ સરકારી મીની એસ.ટી બસ આગળ ચાલતી ખાનગી કંપનીની લકઝરી બસની પાછળના ભાગે ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતની ઘટનામાં એસ.ટી બસમાં સવાર તમામ મુસાફરોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો.

સરકારી એસ.ટી બસના ચાલકે આગળ ચાલતી બસની ઓવરટેક કરવા જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે, મહત્વની બાબત છે કે શ્રવણ ચોકડી વિસ્તારમાં આ અગાઉ પણ ભારે વાહન ચાલકોની ગફલતભરી રીતે હંકારવાની નીતિના પગલે અનેકવાર અકસ્માતના બનાવો સામે આવી ચુક્યા છે.

આજે સવારે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે સમગ્ર ઘટનામાં સરકારી મીની એસ.ટી બસના ચાલકનો ભાગ તેમજ ખાનગી લકઝરી બસના પાછળના ભાગે નુકશાની થઇ હતી, અકસ્માતની ઘટના બાદ બસમાં સવાર મુસાફરોને ખાનગી વાહનો પકડી પોતાના સ્થાને પહોંચવાનો વારો આવ્યો હતો.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

માંગરોળ : નાની નરોલી જીલ્લા પંચાયત અને ઝંખવાવ જીલ્લા પંચાયત બેઠકો પર ભાજપે બાઈક રેલી યોજી.

ProudOfGujarat

ઝઘડિયા : કટલરીની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન.

ProudOfGujarat

પ્રતીક ગાંધીની ફિલ્મને બૅન કરવાની માંગણી : વિવાદને ધ્યાનમાં રાખીને ફિલ્મનું નામ બદલાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!